ગિરિમથક સાપુતારા આમ તો હવા ખાવાનું સ્થળ છે, પરંતુ હવે વિકાસના નામે ચરી ખાવાનું સ્થળ બની ગયું છે : હવે પ્રવાસીઓને સાપુતારામાં તમે શું બતાવશો ?

Contact News Publisher

સાપુતારાના સૌથી મોટા વિસ્તાર ધરાવતા ઇકો પોઈન્ટના એન્ટ્રી ગેટ પાસે જ કહેવાતા વિકાસની હાંસી ઉડાવતું દૃશ્ય જોવા મળે છે, અંદરની સ્થિતિ કેવી હશે

માત્ર ને માત્ર જંગલ વિસ્તારને ઇકો પોઈન્ટ નામ આપી પ્રવાસીઓને ઉલ્લું બનાવવાનું તંત્રનું કાવતરું 

ઇકો પોઈન્ટને વ્યવસ્થિત ડેવલોપમેન્ટ કરવામાં આવે તો સાપુતારાનો નંબર વન પોઈન્ટ બની શકે..

(અર્જુન જાધવ દ્વારા, વધઈ)  :  પ્રાપ્ત વિગતો અનુસાર છેલ્લા એકાદ – દાયકાથી સાપુતારાનું નામ ખૂબ જ ગુંજયુ છે,પરંતુ આ ગૂંજ વધુ કાનોમાં રહે એવુ લાગતુ નથી. સાપુતારાને આમ તો હવા ખાવાનું સ્થળ માનવામાં આવે છે, પરંતુ હવે ડેવલોપમેન્ટના નામે ચરી ખાવાનું સ્થળ બનાવી દેવાયું હોય એવું પ્રતીત થઈ રહ્યું છે સાપુતારાનો સૌથી મોટો વિસ્તાર ધરાવતો ઇકો પોઈન્ટ આવી જ વિકાસની હાંસી ઉડાવતો નજરે પડે છે. એન્ટ્રી ગેટ પાસે જ પેવર બ્લોક ઉખડી ગયા છે. કહેવાય છે તો ઈકો પોઈંટ પરંતુ વિકાસનો ફક્ત ટીકો લાગ્યો હોય એવું લાગે છે. મહારાષ્ટ્રની સરહદ પર સહ્યાદ્રિ પર્વતમાળામાં જંગલ વચ્ચે 2999 ફુટ જેટલી ઊંચાઇ પર આવેલું ગુજરાતનું એકમાત્ર ગિરિમથક એટલે ડાંગનું સાપુતારા.જેને વિશેષ ઓળખ મળે એ માટે સ્થાનિક આદિવાસીઓ નવાગામમાં વસ્યા, પરંતુ છેલ્લા ચાર દાયકામાં સાપુતારા એ જ ઓળખ ઊભી રહી હતી એ ઓળખ ધીમે ધીમે ભુંસાઈ રહી છે. ડેવલોપમેન્ટના નામે અહીં સિમેન્ટનાં જંગલો ચણી વિકાસની વાહવાહી કરનારાની કોઈ કમી નથી. પરંતુ જમીન હકીકત સામે આજે સાપુતારા નિસ્તેજ લાગી રહ્યું છે.તેનું અસ્સલ નૂર હણાઈ રહ્યું છે. પ્રવાસીઓ અહીં વીક એન્ડમાં આવે છે ત્યારે સર્પગંગા તળાવમાં બોટિંગ, રોપ વે, સાપુતારાનો સાપ, સનસેટ પોઇન્ટ, સનરાઇઝ પોઇન્ટ, સાપુતારા સંગ્રહાલય, રોઝ ગાર્ડન, સ્ટેપ ગાર્ડનની મુલાકાત લે છે. પરંતુ છેલ્લા ઘણા સમયથી કેટલાક પોઇન્ટના રખરખાવના અભાવે પ્રવાસીઓ વધુ રોકાતા નથી અને મહારાષ્ટ્ર તરફ વળી જાય છે.ખુલ્લી ગટરોમાંથી રસ્તા પર વહેતું પાણી અને જ્યાં ત્યાં ખૂણેખાંચરે જોવા મળતો ગંદકી જોઈ સાપુતારાની કેવી છાપ ઊભી થશે એ વિચારવા જેવો પ્રશ્ન છે. સાપુતારા વિસ્તારમાં સૌથી મોટા ઇકો પોઈન્ટના એન્ટ્રી ગેટ પાસે જ કહેવાતા વિકાસની હાંસી ઉડાવતું દૃશ્ય જોવા મળે છે. તો અંદરની સ્થિતિ કેવી હશે ? ઇકો પોઇન્ટ જવા માટે પેવર બ્લોક નાંખવામાં આવ્યા હતા, પરંતુ આ પેવર બ્લોક ભ્રષ્ટાચારીઓ માટેનો રસ્તો હોય એવું લાગી રહ્યું છે. ચોમાસામાં કેટલાય પેવર પ્લોક ઉખડી ગયા છે.આ તો ફક્ત બહારનો મેકઅપ છે, સાપુતારાના મહત્તમ પોઇન્ટની આવી જ અવદશા છે. ત્યારે માત્ર ને માત્ર જંગલ વિસ્તારને ઇકો પોઈન્ટ નામ આપી પ્રવાસીઓને ઉલ્લું બનાવવાનું તંત્રનું કાવતરું ઉઘાડી પડી ગયું છે. જો ઇકો પોઈન્ટને વ્યવસ્થિત ડેવલોપમેન્ટ કરવામાં આવે તો સાપુતારાનો નંબર વન પોઈન્ટ બની શકે છે.બસ જરૂર છે તો વિકાસના ગુણગાન ગાનારાઓએ હકીકતમાં કામગીરી કરવાની. તો જ સાપુતારાનું ભલુ થઈ શકે.

શું કહે છે સ્થાનિક અગ્રણી પુંડલીકભાઈ ગાંગુર્ડે.

અમારી જિંદગી પ્રકૃતિનાં લીલાંછમ વૃક્ષો અને ઝરણાં વચ્ચે વિતી ગઈ, પરંતુ સાપુતારાની આજે જે સ્થિતિ છે એ જોઈને દુ:ખ થાય છે. અમારા વડવાઓએ સાપુતારાના હિત માટે સર્વસ્વ ત્યાગ કર્યુ એ બલીદાન એળે ગયું છે. અમે સાપુતારાના વિકાસ માટે ઘણીવાર રજૂઆતો કરી છે. સાપુતારાની અસ્મિતાને ટકાવી રાખવા માટે નવાગામના લોકોનો પણ ફાળો રહ્યો છે, ત્યારે પ્રવાસન સ્થળ તરીકે સાપુતારા વિસરાય ન જાય એ જોવાની જવાબદારી સરકારની છે. આદિવાસીઓ તો હંમેશાં પ્રકૃતિના પૂજક રહ્યા છે. એમનાં હૈયાંમાં હંમેશાં પ્રકૃતિપ્રેમ છે અને રહેશે. રાજ્ય સરકારે ઇકો પોઇન્ટ ને વિકસાવવા મહત્વનો ભાગ ભજવવો જોઈએ.

સાપુતારાનો નંબર વન પોઈન્ટ બની શકે છે ઇકો પોઈન્ટ નવાગામના સ્થાનિક અને પેરાગ્લાઈડીંગ એડવેન્ચર પાયલોટ સુરેશ બાગુલ જણાવે છે સાપુતારામાં બે થી ત્રણ કિલોમીટર નો વિસ્તાર ધરાવતો આ ઈકો પોઇન્ટ પ્રકૃતિથી ભરપૂર ઘેરાયેલો છે આની અંદર અનેક એડવેન્ચર એક્ટિવિટી થઈ શકે છે આર્ટિફિશિયલ ધોધ અને ઝરણાઓ બાળકોને રમવાના સાધનો સહીત સ્ટ્રીટ લાઈટ વગેરે મૂકીને વ્યવસ્થિત પ્લાનિંગ કરવામાં આવે તો સાપુતારા નો નંબર વન પોઇન્ટ બની શકે છે.

વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે ગુજરાત રક્ષાના whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં ટચ કરો.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *