ડાંગ જિલ્લાનાં આહવા તાલુકાનાં શામગહાન ગામે ભરાતો અઠવાડિક બજારનાં વેરાનાં નામે લાખોનો ભ્રષ્ટાચાર થતા તપાસનો વિષય બન્યો

Contact News Publisher

(અર્જુન જાધવ દ્વારા, વધઈ) : ડાંગ જિલ્લાનાં આહવા તાલુકાનાં શામગહાન ગામ ખાતે દર રવિવારે ભરાતો અઠવાડિક હાટ બજારમાં પાથરના અને વેપારીઓ પાસે ગ્રામ પંચાયત દ્વારા ઉઘરાણી કરાતા વેરામાં વ્યાપક ગેરરીતી આચરાય હોવાની વિગત એક જાહેર માહિતી અધિકાર હેઠળ બહાર આવતા પંચાયત વર્તુળમાં ખળભળાટ મચી જવા પામ્યો છે.

મળતી માહિતી મુજબ ડાંગ જિલ્લાનાં આહવા તાલુકાનાં શામગહાન ગામ ખાતે દર રવિવારે અઠવાડિક હાટ બજાર ભરાતો હોય જેથી આ હાટ બજાર આસપાસનાં 25 ગામો માટે ખરીદી માટે કેન્દ્રનું સ્થળ છે.અહી મહારાષ્ટ્ર તેમજ વઘઇ વાંસદા, બીલીમોરા સહીત વિવિધ વિસ્તારોમાંથી કપડા, અનાજ, શાકભાજી, ફળફળાદી સહીત જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ લઈ વેપારીઓ આવતા હોય ગ્રામ પંચાયત દ્વારા એક વેપારી કે દુકાન દીઠ રૂ /20:00 ની રસીદ આપી નાણા ઉઘરાવવામાં આવતા હોય દરેક બજાર દીઠ અંદાજે 15થી 20 હજારની આવક થતી હોય આ નાણા ક્યા વપરાયા અને ગ્રામ પંચાયતમાં સિલક કેટલી રકમ છે તે અંગે શામગહાન ગામનાં જાગૃત આગેવાન પ્રકાશભાઈ ડી.ગાવિતે માહિતી અધિકાર અધિનિયમ હેઠળ ગ્રામ પંચાયત પાસે માહિતી માંગતા ગ્રામ પંચાયતે હાટ બજારમાંથી ઉઘરાવેલા વેરો સફાઈ કર્મચારીઓને પગાર પેટે આપ્યા હોવાનો ચોંકાવનારો ખુલાસો થયો હતો. જોકે ગ્રામ પંચાયત દ્વારા આર.ટી.આઈ. એક્ટિવિષ્ટ પ્રકાશભાઈ ગાવિતને આપેલ માહિતીમાં વર્ષ 2020/21માં રૂ 9580ની આવક સામે રૂ 9580 સફાઈ કર્મીઓને પગાર ચૂકવ્યો હોવાનું દર્શાવ્યુ છે. જયારે વર્ષ 2021/22માં રૂ 10,040 અને વર્ષ 2022/23માં રૂ 10,800ની આવક સામે તેટલો જ ખર્ચ સફાઈ કર્મીઓને ફાળવ્યો હોવાનું દર્શાવ્યુ છે, જોકે નોંધનીય છે કે તહેવારોનાં સીઝનમાં ડાંગ જિલ્લાનાં શામગહાન ખાતે અસંખ્ય વ્યપારીઓ ઉમટી પડે છે. જેમાં વધુ વ્યપારીઓ આવતા વેરાની આવક બમણી થઈ જાય છે.ત્યારે શામગહાન ખાતે વાર્ષિક અંદાજે 50 થી વધુ વખત રવિવારનાં રોજ હાટ બજાર ભરાય છે. ત્યારે આ હાટ બજારનાં વેરાનાં નાણા કોણ હજમ કરી જાય છે. જે તપાસનો વિષય બન્યો છે. જેથી શામગહાન ગામના જાગૃત આગેવાન પ્રકાશભાઈ ગાવિત દ્વારા ગ્રામ પંચાયતમાં બજારમાંથી ઉઘરાવેલ વેરો ઓછો દર્શાવી બાકીની રકમ કોણ હજમ કરી ગયુ છે. તેની તપાસ હાથ ધરવા પંચાયત કમિશનર સહીત તકેદારી આયોગમાં ફરિયાદ કરવાની તેજવીજ હાથ ધરી છે.

 

વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે ગુજરાત રક્ષાના whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં ટચ કરો.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *