ડાંગ જિલ્લા કોંગ્રેસ આયોજિત ઇકો સેન્સિટિવ ઝોન બાબત નો સંવાદ કાર્યક્રમ સુબીર તાલુકાના બંધપાડાં ગામે યોજાયો
ડાંગ જિલ્લા કોંગ્રેસ આયોજિત ઇકો સેન્સિટિવ ઝોન બાબત નો સંવાદ કાર્યક્રમ સુબીર તાલુકાના બંધપાડાં ગામે આદિવાસી નેતા અને વાંસદાનાં ધારાસભ્યશ્રી અનંતભાઇ પટેલ ની અધ્યક્ષતામાં રાખવામાં આવ્યો, અનંતભાઇ એ જણાવ્યું કે સરકારશ્રી દ્વારા નીત નવા પ્રોજેક્ટો આદિવાસી વિસ્તારોમાં લાવવામાં આવી રહ્યા છે જેમાં જે પ્રોજેક્ટો આદિવાસી અસ્મિતા, આદિવાસી અસ્તિત્વ માટે જોખમ રૂપ હશે જેનો મક્કમતાપૂર્વક સામનો કરવામાં આવશે. જેમાં ડાંગ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ મુકેશભાઈ પટેલે ઇકો સેન્સિટિવ ઝોન બાબતે માહિતી આપી, આદિવાસીઓનું જલ – જંગલ અને જમીન બચાવવા સૌ સંગઠિત થઈ, બંધારણીય અધિકાર મુજબ રૂઢિગત ગામ સભા બનાવી આદિવાસી હકક અને અધિકાર સુરક્ષિત કરી આદિવાસીયત બચાવવા સૌ આગળ આવે અને જન આંદોલનમાં જોડાવવા અપીલ કરી. સુબીર તાલુકા કોંગ્રેસ પ્રમુખ ગુલાબભાઈ એ પોતાનો કર્ણાટકના જંગલમાં ફોરેસ્ટ અધિકારીઓ સાથેનો કડવો અનુભવ ફોરેસ્ટ કાયદા હેથળ થયેલ તેનાથી લોકોને માહિતગાર કર્યા, સતિષભાઈ, બાબુભાઈ, નૈનેશભાઈ અને યુવાનોએ સુંદર આયોજન કર્યું જેમાં ગામના આગેવાનો, મોટી સંખ્યામાં ગામના ભાઈઓ બહેનો તેમજ જીતુભાઈ,ગુલાબભાઈ ચૌધરી, ગણેશભાઈ, કાસ્યાભાઈ, મનાભાઈ, મનીલાલભાઈ હાજર રહી સંવાદ કાર્યક્રમ ને દીપાવ્યો અને આગામી સમયમાં મોટા જન આંદોલન કરવા માટે સૌએ આહ્વાન કર્યું.
વધુ પડેટ અને સમાચારો મેળવવા માટે ગુજરાત રક્ષાના whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં ટચ કરો.