કેવિકે વ્યારા ખાતે પીએમ કિસાન સમ્માન નિધી યોજના અંતર્ગત માન. ધારાસભ્યશ્રી મોહનભાઈ કોંકણીની ઉપસ્થિતીમાં ખેડુતોએ લાઇવ વેબકાસ્ટિંગ નિહાળ્યુ
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : ભારતીય કૃષિ અનુસંધાન પરિષદ, ન્યુ દિલ્હી દ્વારા પુરૂસ્કૃત અને નવસારી કૃષિ યુનિવર્સિટી, નવસારી દ્વારા સંચાલિત કૃષિ વિજ્ઞાન કેંદ્ર, વ્યારા ખાતે નવસારી કૃષિ યુનિવર્સિટીના માન. કુલપતિશ્રી ડૉ. ઝેડ. પી. પટેલની પ્રેરણા અને માર્ગદર્શન હેઠળ કેવિકે ખાતે તા. ૦૫/૧૦/૨૦૨૪ ના કેવિકે વ્યારા ખાતે પીએમ કિસાન સમ્માન નિધી યોજના અંતર્ગત કાર્યક્રમ યોજાયો હતો. પીએમ કિસાન યોજના અંતર્ગત ખેડુતોના ખાતામા ૧૮ મો હપ્તો માન. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના હસ્તે રીલીઝ કરવાના ઓનલાઇન કાર્યક્રમ જેનુ લાઇવ વેબકાસ્ટીંગ વાસિમ, મહારાષ્ટ્રથી કરવામા આવ્યુ હતુ. સદર કાર્યક્રમ લાભાર્થી ખેડુતોએ કેવિકે-વ્યારા ખાતેથી લાઇવ નિહાળ્યો હતો. સદર કાર્યક્રમમાં કુલ ૫૦થી વધુ ખેડૂત બહેનોએ ભાગ લીધો હતો.
શ્રી મોહનભાઈ કોંકણી, માન. ધારાસભ્યશ્રી, (વ્યારા), વિધાનસભા, ગુજરાત સરકાર દ્વારા કેવિકે દ્વારા કરવામા આવતી વિવિધ વિસ્તરણ પ્રવૃતિઓને બિરદાવી હતી.વધુમા તેમણે પીએમ કિસાન યોજના અંતર્ગત આજદિન સુધી ૧૦ કરોડથી વધુ ખેડુતોના ખાતામા કુલ ૩.૨૫ લાખ કરોડ રૂપિયા જમા થયેલ છે એ વિશે માહિતગાર કર્યા હતા.
ડો. સી. ડી. પંડ્યા, વરિષ્ઠ વૈજ્ઞાનિક અને વડાએ કાર્યક્રમમાં ઉપસ્થિત મહેમાનોને આવકારી કાર્યક્રમનું મહત્વ સમજાવ્યું હતું. વધુમાં ડો. પંડ્યાએ ખેડૂતલક્ષી વિવિધ સંલગ્ન વ્યવસાયોની જાણકારી આપી હતી અને ખેતીમાં વધુ આવક મેળવવા ખેડૂતોને હાંકલ કરી હતી.
ડો. જીગર બુટાણી, વૈજ્ઞાનિક (પશુપાલન) દ્વારા વૈજ્ઞાનિક ઢબે સફળ મરઘાપાલન વિશે વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું તેમજ સફળ મરઘાપાલકની ધમોડી, વિયારા ખાતે ફિલ્ડ વિઝિટ કરાવવામા આવી હતી.
સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન અને આભારવિધી કૃષિ વિસ્તરણ વિભાગના વૈજ્ઞાનિક ડૉ. અર્પિત જે. ઢોડિયા પ્દ્વારા કરવામાં આવી હતી.
વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે ગુજરાત રક્ષાના whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં ટચ કરો.