વ્યારામાં નોંધાયેલ ગુનાહિત વિશ્વાસધાતના ગુન્હામાં છેલ્લા છ વર્ષથી નાસતા ફરતા વોન્ટેડ આરોપીને પકડી પાડતી લોકલ ક્રાઇમ બ્રાંચ તાપી તથા પેરોલ ફર્લો સ્કોર્ડ
Contact News Publisher

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : ગઇ તા.૦૪/૧૦/૨૦૨૪ ના રોજ શ્રી ડી.એસ. ગોહીલ, પોલીસ ઈન્સ્પેકટર, એલ.સી.બી. તાપીની સીધી સુચના અને માર્ગદર્શન હેઠળ પો.સ.ઇ.શ્રી, એન.જી. પાંચાણી એલ.સી.બી. તાપી, એલ.સી.બી./પેરોલ ફર્લો સ્કોડ, તાપીના પોલીસ માણસો સાથે ખાનગી વાહનમાં પેટ્રોલીંગમાં હતા અને પોત પોતાના અંગત બાતમીદારો રોકી નાસતા-ફરતા/ વોન્ટેડ આરોપી બાબતે માહિતી મેળવવા તજવીજ હાથ ધરેલ હતી તે દરમ્યાન સાથે એ.એસ.આઇ ગણપતસીંહ રૂપસિંહ તથા અ.હે.કો. વિનોદભાઇ પ્રતાપભાઇને મળેલ સંયુકત બાતમી આધારે ભરૂચ ખાતે થી વ્યારા પો.સ્ટે.મા નોંધાયેલ ગુનાહિત વિશ્વાસધાત મુજબના ગુનાના કામે સંડોવાયેલ નાસતો ફરતો વોન્ટેડ આરોપી- ચેતન નારણભાઇ પાટીલ ઉ.વ.૩૮ ધંધો.નોકરી બેંક ઓફ બરોડા લીંક રોડ બ્રાન્ચ રહે.શહજાન લકઝુરીયઝ રૂમ નં-ડી-૯૦૧ તા.જી.ભરૂચ મુળ રહે.બી-૧૦૩ પેનીનસોલા પાર્ક ડી-માર્ટની પાસે વિરાર વેસ્ટ મુંબઇનાને તા.૦૪/૧૦/૨૦૨૪ ના રોજ અટક કરી આગળની વધુ કાર્યવાહી માટે વ્યારા પો.સ્ટે.ને સોંપેલ છે.
કામગીરી કરનાર ટીમ :-
પો.ઇન્સ. શ્રી ડી.એસ. ગોહીલ એલ.સી.બી. તાપીની સુચનાથી પો.સ.ઈ.શ્રી એન.જી. પાંચાણી, એલ.સી.બી. તાપી તથા એ.એસ.આઇ. ગણપતસિંહ રૂપસિંહ, અ.હે.કો. વિનોદભાઇ પ્રતાપભાઇ, અ.હે.કો. ધર્મેશભાઇ મગનભાઇ, પો.કો. અરૂણભાઈ જાલમસિંહ, અ.પો.કો. રોનકકુમાર સ્ટીવનસનભાઇ તથા પેરોલ ફર્લો સ્કોડના પો.કોન્સ.ધનંજયભાઇ ઇશ્વરભાઈએ કામગીરી કરેલ છે.
વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે ગુજરાત રક્ષાના whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં ટચ કરો.
