આહવા પોલીસની ટીમે ગણતરીના કલાકોમાં જ મોટરસાયકલ ચોરીનો ભેદ ઉકેલી આરોપીની ધરપકડ
(અર્જુન જાધવ દ્વારા, વધઈ) : ડાંગ જિલ્લા પોલીસ વડા યશપાલ જગાણીયા તથા નાયબ પોલીસ અધિક્ષક એસ.જી.પાટીલનાં માર્ગદર્શન હેઠળ આહવા પોલીસ મથકનાં પી.આઈ. ડી.કે. ચૌધરી તેમજ પી.એસ.આઈ. એ.એચ. પટેલની ટીમે મિલકત તથા વાહન ચોરીનાં ગુન્હાઓ શોધી કાઢવા માટેની ઝુંબેશ હાથ ધરી હતી. તેવામાં આહવા પોલીસ મથક વિસ્તારનાં ભવાનદગડ ગામમાંથી મોટરસાયકલની ચોરી થઈ હતી જે બાદ પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી હતી. ત્યારે પોલીસ ફરિયાદ નોંધાયાનાં ગણતરીના કલાકોમાં જ આહવા પોલીસ મથકનાં પી.આઈ. ડી.કે. ચૌધરી અને પી.એસ.આઈ. એ.એચ. પટેલની ટીમે મોટરસાયકલ ચોરીનો ભેદ ઉકેલી બે આરોપીની અટકાયત કરી હતી. તેમજ મોટરસાયકલ પણ રિકવર કરવામાં આવી હતી. આહવા તાલુકાનાં ભવાનદગાડ ગામ ખાતે રહેતા કિશન ગુલસીંગભાઇ પવાર એ પોતાના કબજાની મોટરસાયકલ રજીસ્ટ્રેશન નંબર GJ -05-PE-5007 રાત્રિના સમયે ઘરના ઓટલા પર મૂકી હતી. ત્યારે રાત્રિના સમયે કોઈ અજાણ્યા ચોર ઈસમે મોટરસાયકલની ચોરી કરી હતી. મોટરસાયકલની ચોરી થતા કિશન પવારે આહવા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. જે બાદ આહવા પોલીસે પોતાના ચક્ર ગતિમાન કર્યા હતા. જે બાદ આહવા પોલીસને બાતમી મળી હતી કે, ચોરીની મોટરસાયકલ લઈને બે ઈસમો ડોન હિલ સ્ટેશન ફોરેસ્ટ નાકા થઈ મહારાષ્ટ્રનાં કળવણ તરફ જનાર છે. જે બાતમીના આધારે ડોન ફોરેસ્ટ નાકા ખાતે પોલીસે વોચ અને નાકાબંધી કરી હતી અને ચોરીની મોટરસાયકલ સાથે બીજી મોટરસાયકલ રજી. નં.MH -15-DR-9454 પોલીસે કબ્જે કરી હતી. મોટરસાયકલ સાથે પ્રદીપ યશવંત ગાવીત ( ઉ.વ.32 રહે.નાલીદ ગામ તા. કળવણ જિ.નાશીક મહારાષ્ટ્ર) તથા મનોજભાઈ પ્રવિણભાઇ ઠાકરે (ઉ.વ.24 રહે. કકાને ગામ તા.કળવણ જિ-નાશીક મહારાષ્ટ્ર) ની અટકાયત કરવામાં આવી હતી.
વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે ગુજરાત રક્ષાના whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં ટચ કરો.