ડાંગ જિલ્લાનાં આહવા તાલુકાનાં ગોંડલવિહિર ગામે સી.સી.માર્ગનાં નિર્માણમાં નક્કર વેઠ ઉતારો કરી સરકારી નાણાનો દુર્વ્યય…!!
(અર્જુન જાધવ દ્વારા, વધઈ) : ડાંગ જિલ્લાનાં આહવા તાલુકાનાં ગોંડલવિહિર ગામ ખાતે સી.સી.રસ્તો બનાવવા માટેનું કામ ચાલી રહ્યુ છે.જોકે માજી સરપંચ દ્વારા હલકી કક્ષાનાં માલ મટીરીયલનો ઉપયોગ કરીને નક્કર વેઠ ઉતારો કરવામાં આવી રહ્યો છે.ત્યારે સરકારનાં લાખો રૂપિયાનો દુરુપયોગ કરીને સરકારી તિજોરીને ચૂનો ચોપડવામાં આવી રહ્યો હોય તેવું જોવા મળી રહ્યું છે. તેમજ અહી વરસતા વરસાદનાં દિવસો દરમિયાન રસ્તા બનાવવાનું કામ કરવામાં આવી રહ્યું છે તે કેટલા અંશે યોગ્ય કહી શકાય તે પણ પ્રશ્ન બની ગયો છે. ડાંગ જિલ્લાનાં ગોંડલવિહિર ગામ ખાતે સી.સી. રસ્તો બનાવવા માટે અંદાજે ૪.૫૦ લાખ રૂપિયાની ગ્રાન્ટ ફાળવવામાં આવેલ હોવાનું જાણવા મળી રહ્યું છે.ત્યારે આ સી.સી. રસ્તો બનાવવા માટેનું કામ માજી સરપંચ ધર્મેશભાઈ બંગાળ દ્વારા શરૂ કરી દેવામાં આવેલ છે. પરંતુ અહી માજી સરપંચ દ્વારા હલકી કક્ષાના મટીરીયલનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. જેમાં હલકી કક્ષાનું સિમેન્ટ તથા કાદવ – કીચડ વાળી રેતીનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. અહીં હલકી કક્ષાના મટીરીયલ નો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે ત્યારે આ રસ્તો લાંબા ગાળે ટકી શકે તેમ નથી. અત્યારે માજી સરપંચ ધર્મેશભાઈ બંગાળ દ્વારા હલકી કક્ષાના મટીરીયલ નો ઉપયોગ કરીને ભ્રષ્ટાચાર આચારવામાં આવી રહ્યો હોય તેવું જોવા મળી રહ્યું છે. તેમજ હાલમાં ચોમાસાના દિવસ હોવાથી ગમે ત્યારે વરસાદ વરસતો હોય છે તેવામાં આ રસ્તાનું કામ માજી સરપંચ દ્વારા ચાલુ કરી દેવામાં આવેલ છે. ત્યારે ચાલુ વરસાદે આ કામગીરી કરવી એ કેટલા અંશે યોગ્ય કહી શકાય ? કારણકે જો ચાલુ વરસાદે આ પ્રકારની કામગીરી કરવામાં આવે તો તેનું ધોવાણ થઈ જતું હોય છે અને કામગીરી નો કોઈ અર્થ રહેતો નથી. તેમ છતાં કોન્ટ્રાક્ટર દ્વારા ચોમાસાના દિવસોમાં કામગીરી શરૂ કરી દેવામાં આવતા સ્થાનિકો આશ્ચર્ય અનુભવી રહ્યા છે. ત્યારે અહીં પ્રશ્ન એ થાય છે કે માજી સરપંચ દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે ત્યારે અધિકારીઓ દ્વારા સ્થળ તપાસ કરવામાં આવી રહી છે કે નહીં ? અને જો સ્થળ તપાસ કરવામાં આવી છે તો આ તો કયા પ્રકારની સ્થળ તપાસ થઈ કે જેમાં અધિકારીઓને નક્કર વેઠ ઉતારો દેખાઈ જ નથી રહ્યો ? કે પછી માજી સરપંચ અને તલાટીકમ મંત્રીની સાંઠગાંઠ હેઠળ ભ્રષ્ટાચાર આચરવામાં આવી રહ્યો છે ? માજી સરપંચ દ્વારા વેઠ ઉતારો કરીને રસ્તાના કામમાં ગેરરીતિ આચરીને સરકારની તિજોરી ને ચૂનો ચોપડવામાં આવી રહ્યો હોય તેવું જણાઇ રહ્યું છે. આ સમગ્ર મામલામાં અધિકારીઓને કામગીરી પણ શંકા ઉપજાવે તેવી જોવા મળી રહી છે. ત્યારે ઉપરી અધિકારી દ્વારા સ્થળ તપાસ કરી માજી સરપંચ સામે તથા જવાબદાર તલાટીકમ મંત્રી સામે યોગ્ય પગલા લેવામાં આવે તે જરૂરી બન્યુ છે. આ બાબતે આહવા તાલુકા પંચાયતનાં તાલુકા વિકાસ અધિકારી સુહાસ ગંવાદેએ જણાવ્યુ હતુ કે હાલમાં જ હું એસોને સ્થળ પર મોકલી તપાસ કરાવુ છુ. જો ગેરરીતી જણાશે તો કડક પગલા ભરાશે.
વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે ગુજરાત રક્ષાના whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં ટચ કરો.