વઘઈ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી પ્રોહીબિશનના ગુન્હામા નાસતા ફરતા વોન્ટેડ આરોપીને પકડી પાડતી ડાંગ જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાન્ચ
(અર્જુન જાધવ દ્વારા, વધઈ) : તા: ૩૦: પોલીસ મહાનિરીક્ષક શ્રી પ્રેમવીર સિંહ (IPS) સુરત વિભાગ દ્વારા ડાંગ જિલ્લાના નાસતા-ફરતા/વોન્ટેડ આરોપીઓને પકડવા સ્પેશ્યલ ડ્રાઈવનુ આયોજન કરવા સુચના આપતા, ડાંગ જિલ્લાના ઇન્ચાર્જ પોલીસ અધિક્ષક શ્રી એસ.જી.પાટીલની સુચના અને માર્ગદર્શન હેઠળ, આહવા લોકલ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ સબ ઇન્સ્પેકટર શ્રી કે.જે.નિરંજન, તથા તેમની ટીમ દ્વારા, ડાંગમા સ્પેશિયલ ડ્રાઈવ યોજી વોચ તપાસ પેટ્રોલીંગ હાથ ધર્યું હતું.
જેના અનુસંધાને વઘઈ ગોળ સર્કલ પાસે આવેલ પોલીસ સ્ટાફને સંયુક્ત રીતે બાતમી હકિકત મળતા સને ૨૦૨૪ના પ્રોહીબિશનના ગુન્હામા નાસતો ફરતો/વોન્ટેડ આરોપી અજય ઉર્ફે બંમ્બો સાવળભાઈ રાઉત, રહે. હનવતમાળ, રાઉત ફળીયુ, તા.ધરમપુર જિ.વલસાડ, શરીરે સ્કાય બ્લુ કલરની હાફ બાયની ટી-શર્ટ તથા કમરમા રાખોડી કલરનુ સીક્સ પોકેટ પેન્ટ પહેરેલ છે. જે હાલમાં વઘઈ સાપુતારા રોડ ઉપર ગીરાધોધ ફાટક પાસે બેસેલો છે એ રીતની પાકી અને ચોક્કસ આધારભુત બાતમી મળતા, ગોળ સર્કલથી વઘઇ સાપુતારા રોડ ઉપર બાતમી હકિકતવાળી જગ્યાએ જતા હકિકતમા દર્શાવેલ વર્ણનવાળો એક ઈસમ ગીરાધોધ જવાના રસ્તે ઉભો હોય જે ઈસમને દુરથી જોઇ ચારે બાજુથી કોર્ડન કરી સદર ઈસમને લોકલ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા પકડી પાડવામા આવ્યો હતો.
આ કામગીરીમા આહવા-ડાંગ લોકલ ક્રાઇમ બ્રાન્ચ ટીમના પોલીસ અધિકારી/પોલીસ કર્મચારીઓમા સર્વશ્રી કે.જે.નિરંજન, એ.એસ.આઇ. પ્રમોદભાઇ ગનસુભાઇ નિવર, એ.એસ.આઈ. રમેશભાઇ બાળુભાઈ, અ.હે.કો. લક્ષ્મણભાઇ જયવનભાઇ ગવળી દ્વારા આ કામગીરી કરવામા આવી હતી.
–
વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે ગુજરાત રક્ષાના whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં ટચ કરો.