પતિનાં લગ્નેતર સબંધથી ત્રસ્ત પરિણીતાની મદદે અભયમ ટીમ તાપી
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : આજરોજ અભયમ મહિલા હેલ્પલાઇન પર પીડિત મહિલાનો કોલ આવતાં જણાવેલ કે તેમના પતિનું બીજી સ્ત્રી સાથે સંબંધ છે તથા બીજી સ્ત્રી જોડે કોલ પર વાત કરે છે.
તાપીની અભયમ ટીમ સ્થળ પર પહોંચી તો જાણવા મળેલ કે, પીડિત મહિલાના પતિ એક મહિના માટે બીજા ગામમાં કામ પર ગયા હતાં ત્યાં તેમણે તે ગામની અજાણી સ્ત્રી જોડે વાત કરવાનું ચાલુ કરી દીધું હતું, કામ પરથી પોતાના ઘરે પરત આવ્યા પછી પણ તેઓ તે સ્ત્રી સાથે વાત કરતાં તથા તેને મળવા પણ જતા હતાં, પીડિત મહિલા તેમના પતિ ને વારંવાર પુછતા તો તેમનાં પતિ તેમની સાથે ઝઘડો કરતાં તથા પીડિત મહિલા ને ઘરમાંથી કાઢી બીજી સ્ત્રી ને લગ્ન કરી ને લાવવાની વાત કરતાં હતાં. માટે પીડિત મહિલા જોડે રોજ તેમના પતિ ઝઘડો કરતાં તથા તેમને મારપીટ કરતાં હતા. પીડિત મહિલા તેમના બાળક ને લઈ ને તેમના પિયર માં જતાં રહ્યાં હતાં. પીડિત મહિલા બે અઠવાડિયા પિયર માં હતા અને ત્યા રહેવાથી તેમના બાળક નું ભણવાનું બગડતુ હતુ તેથી તેઓ સાસરી મા જવા ઈચ્છતા હતા. આ માટે તેમના પતિ ઘરે હાજર હતા તેવું પીડિત મહિલાને જાણ થતાં તેઓએ 181 અભયમ મહિલા હેલ્પલાઇન પર કોલ કર્યો હતો. ટીમ દ્વારા સ્થળ પર પહોંચીને પીડિત મહિલા ના પતિ ને પુછતા જ તેઓ તેમની ભુલ સ્વીકારવા લાગ્યા તેઓ તે સ્ત્રી સાથે હવે પછી ક્યારેય વાત નહીં કરે તથા તે સ્ત્રી નો નંબર મોબાઈલ માંથી કાઢી દીધો હતો અને પોતાની પત્ની પર હવે પછી ક્યારેય હાથ નહીં ઉપાડે એવું જણાવ્યુ હતું તેમજ પીડિત મહિલા પણ તેમના પતિ ને એક મોકો આપવા માંગતા હતા તેમના પતિને કાયદાકીય માહિતી આપી એકબીજાની સાથે હળીમળીને રહેવા તેમજ બાળકના ભવિષ્ય નું વિચારી ઝઘડા ન કરવા વિશે સમજાવ્યુ હતું. આ રીતે કાઉન્સિલિંગ દ્વારા તેમની વચ્ચે સુખદ સમાધાન કરાવેલ છે તથા પીડિત મહિલા તેમના બાળક તથા પતિ સાથે સાસરીમાં જ રહેશે તેમ જણાવેલ છે.
વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે ગુજરાત રક્ષાના whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં ટચ કરો.