અમદાવાદ ખાતે બ્લડ કેન્સરની સારવાર લઈ રહેલા કુકરમુંડા તાલુકાનાં ઈંટવાઇ ગામના યુવાનનો “કોરોના” રિપોર્ટ પોઝેટિવ
પ્રતિકાત્મક તસ્વીર
Contact News Publisher

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા: 2: તાપી જિલ્લાના મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી ડો.હર્ષદ પટેલ તરફથી મળેલી એક અખબારી યાદીમાં જણાવ્યા અનુસાર, કુકરમુંડા તાલુકાનાં ઈંટવાઇ ગામના બ્લડ કેન્સરથી પીડિત 35 વર્ષીય યુવાન નામે વિનાયક પાડવી, કે જે ગત તા.26 4 2020 થી 30 4 2020 સુધી સુરતની સ્મીમેર હોસ્પિટલ ખાતે કેન્સરની સારવાર અર્થે દાખલ કરાયા હતા, જેમને વધુ સારવારની આવશ્યકતા જણાતા તા.30 4 2020 ના રોજ અમદાવાદની બી.જે.મેડિકલ હોસ્પિટલ ખાતે ખસેડાયા હતા. જ્યાં તા.૧લી મેં નાં રોજ તેમનો “કોરોના” ટેસ્ટ માટે સેમ્પલ લેવાયો હતો, જે સેમ્પલ પોઝેટિવ આવતા, તાપી જિલ્લા આરોગ્ય વિભાગ હસ્તકની કુકરમુંડા સ્થિત મેડિકલ ટિમ દ્વારા, આ દર્દીના સંપર્કમાં આવનારા તથા તેમના પરિવારના સભ્યોની તપાસ અંગેની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
–
