ડાંગની જનતાએ ગુજરાત સ્થાપના દિને કોરોના સંકટ સમયથી બચવા ત્રણ સંકલ્પ લીધા
(અર્જૂન જાધવ દ્વારા, વઘઈ) : ડાંગની જનતાએ સોશિયલ ડીસ્ટન અને ફરજીયાત માસ્ક પહેવાની પ્રતિજ્ઞા લઇ ગુજરાત સરકારના પ્રેરણાદાયી અભિગમ ને સમર્થન આપ્યું
હાલ ગુજરાત સહિત સમગ્ર વિશ્વમાં કોરોના મહામારી ના આવા કપરા સમયમાં ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ ગુજરાત સ્થાપના દિવસે તમામ નાગરિકોને સોશિયલ ડિસ્ટન્સ રાખવાની અને ફરજીયાત માસ્ક પહેરવાની પ્રતિજ્ઞા લેવા અનુરોધ કર્યો હતો. અને તેનો વિડીયો બનાવી સોશિયલ મીડિયામાં અપલોડ કરવા જણાવ્યું હતું. જેના ભાગરૂપે ડાંગ ની આમ જનતા તેમજ આધિકારીઓએ કોરોના સંક્રમણથી બચવા ત્રણ મહત્વના સંકલ્પ લીધા હતા આ સંકલ્પ લેતા તેમણે જણાવ્યું હતું કે હું માસ્ક પહેર્યા વગર બહાર નીકળીશ નહીં, હું સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરીશ, વારંવાર સાબુથી હાથ ધોઈ અને તેને સૅનેટાઇઝ કરી સંકલ્પ લીધો હતો ડાંગ જીલ્લા ને કોરોના મુક્ત બનાવવા આમ જનતા એ પણ શપથ લઇ ને ગુજરાત સરકાર ના આ પ્રેરણાદાયી અભિગમ ને સમર્થન આપ્યુ હતું