સોનગઢમાં ઈદે મિલાદ નિમિત્તે ભવ્ય જુલુસ કાઢવામાં આવ્યું
(પ્રતિનિધિ દ્વારા, ઉકાઈ) : તાપી જિલ્લાના સોનગઢમાં ગુલ્સને મદિના મસ્જિદનાં મોલાના ઈરફાન સાહેબ અને સુની મસ્જિદના પ્રમુખ સદ્દામ ખટીક અને ટ્રસ્ટની આગેવાનીમાં ઈદ એ મિલાદ નિમિત્તે ભવ્ય જુલૂસ કાઢવામાં આવ્યુ. જુલૂસ ઈસ્લામ પૂરા ટેકરાથી બસ્ટેન્ડ વિસ્તાર બિર્સા મુંડા ચોક પાસેથી ફરી મસ્જિદ તરફ ફેરવવામાં આવી હતી. જેમાં આદિવાસી યુવાનો પણ જોડાયા હતા અને સુન્ની મુસ્લિમ જમાત વતી બિરસા મુંડાની પ્રતિમાને ફુલહાર કરી જુલૂસને આગળ વધાવી હતી.
સમગ્ર દેશમાં મુસ્લિમ બિરાદરો દ્વારા ઈદે મિલાદ ની ઉજવણી કરવામાં આવે છે. ત્યારે સમગ્ર દેશની સાથે સાથે આજે સોનગઢમાં પણ ઈદે મીલાદનો ભવ્ય જુલૂસ ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે કાઢવામાં આવ્યું હતું.
સમગ્ર દેશમાં શાંતિનું પ્રતીક આપનારા તેમજ ભાઈચારો અને એકતાનો શુભ સંદેશો આપનાર એવા હજરત મોહમ્મદ પયગમ્બર સાહેબનાં જન્મ દિવસ તરીકે તેમની યાદ માં ઈદેમિલાદુન નબી યાદ માં ઉજવવામાં આવે છે. તેમજ દેશમાં એકતા અને ભાઈચરો બની રહે તે માટે ખાસ દુવા પણ કરવામાં આવી હતી. આ પ્રસંગે મુસ્લિમ સમાજ દ્વારા પોલીસ પ્રશાસનનો આભાર માન્યો હતો.