ડાંગ જિલ્લામા રસ્તાના સમારકામની કામગીરી હાથ ધરતુ માર્ગ-મકાન વિભાગ
આહવા થી ચિંચલી-બાબુલઘાટ રોડનુ રિપેરીંગ કામ શરૂ :
–
(અર્જુન જાધવ દ્વારા, વધઈ) : તા: ૧૫: ડાંગ જિલ્લામા ભારે વરસાદને પગલે આહવા થી ચિંચલી-બાબુલઘાટ રોડ SH-14 કે જે ક્ષતિગ્રસ્ત થયો હતો, તેનુ હવે વરસાદનુ જોર ધીમુ પડતા, સમારકામ હાથ ધરાયુ છે.
રાજ્યના માર્ગ-મકાન વિભાગ દ્વારા આ રસ્તાનુ મેટલ પેચવર્ક પુર્ણ કરવાની સાથે, ડામર સમારકામની કામગીરી શરૂ કરાતા લોકોને આંશિક રાહત થવા પામી છે.
ચિંચલી-બાબુલઘાટનો કુલ ૩૧.૨ કી.મીનો રોડ રોડ તાત્કાલિક અસરથી પૂર્વવત કરવા માટે, રાજ્ય માર્ગ અને મકાન વિભાગના કાર્યપાલક ઇજનેર શ્રી એમ.આર.પટેલ, અને નાયબ કાર્યપાલક ઈજનેર શ્રી વી.આર.પટેલના માર્ગદર્શન હેઠળ, મદદનીશ ઈજનેર શ્રી ચિરાગ ગાયકવાડ દ્વાર ખડેપગે આ કામગીરી હાથ ધરવામા આવી રહી છે.
ઉલ્લેખનીય છે કે, ડાંગ જિલ્લામા માર્ગ-મકાન વિભાગ (રાજ્ય) અંતર્ગત આવતા રોડ તેમજ પંચાયત હસ્તકના ગ્રામ્ય રસ્તાઓની પણ હાલ ડામર પેચવર્કની કામગીરી શરૂ કરવામા આવી છે.
–