ધી ઓલપાડ તાલુકા પ્રાયમરી ટીચર્સ કો-ઓપરેટીવ ક્રેડિટ સોસાયટી લિમિટેડની કારોબારી સભા મળી
Contact News Publisher

(પ્રતિનિધિ દ્વારા, ઓલપાડ) : ધી ઓલપાડ તાલુકા પ્રાયમરી ટીચર્સ કો-ઓપરેટીવ ક્રેડિટ સોસાયટી લિમિટેડની કારોબારી સભા મંડળીનાં પ્રમુખ કિરીટભાઈ પટેલનાં અધ્યક્ષસ્થાને અત્રેનાં બી.આર.સી. ભવન, ઓલપાડ ખાતે મળી હતી.
મંડળીનાં મુખ્ય સેક્રેટરી મહેશભાઈ પટેલે સૌ કારોબારી સભ્યોને શાબ્દિક આવકાર આપી સભાની સંક્ષિપ્ત માહિતી આપી હતી. મંડળીનાં બીજા જોઈન્ટ સેક્રેટરી શશીકાંત પટેલે ગત સભાનાં એજન્ડાનું વાંચન કર્યુ હતું જેને સર્વાનુમતે બહાલ રાખવામાં આવ્યું હતું. જોઈન્ટ સેક્રેટરી ભરતભાઈ પટેલે કરજ લોન બાબતે ચર્ચા કરી હતી.
પ્રમુખસ્થાનેથી કિરીટભાઈ પટેલે મંડળીનાં આવનારા દિવસોમાં મંડળીનાં શતાબ્દિ વર્ષની ઉજવણીનાં આયોજન સહિત મંડળી સાથે જોડાયેલ સભાસદોનાં હિતની વાતો રજૂ કરી હતી. અંતમાં મંડળીનાં ઉપપ્રમુખ બળદેવભાઈ પટેલે આભારવિધિ આટોપી હતી.
