કે.વી.કે. વ્યારા દ્વારા તાપી જિલ્લાના ગ્રામ સેવકો માટે “ઈન્ફોર્મેશન એન્ડ કોમ્યુનિકેશન ટેકનોલોજીનો કૃષિક્ષેત્રે ઉપયોગ” વિષય ઉપર ડાયલ – આઉટ કોન્ફરન્સ દ્વારા માર્ગદર્શન અપાયું
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : કોરોના વાયરસને કારણે લોકડાઉનની પરિસ્થિતિમાં કૃષિ વિજ્ઞાન કેન્દ્ર , ન . કૃ . યુ . વ્યારા એ તા. 30/04/2020ના રોજ રિલાયન્સ ફાઉન્ડેશનના સહકાર વડે ડાયલ – આઉટ કોન્ફરન્સ ઓનલાઈન ક્ષેત્રીય તાલીમ દ્વારા તાપી જિલ્લાના તમામ ૭૨ ગ્રામ સેવકોને ઈન્ફોર્મેશન એન્ડ કોમ્યુનિકેશન ટેકનોલોજી ( ICT ) નો કૃષિ ક્ષેત્રે ઉપયોગ ‘ વિષય ઉપર માર્ગદર્શન આપવામાં આવ્યુ હતુ . તાલીમમાં રિલાયન્સ ફાઉન્ડેશનના રેનીશભાઈ ભરૂચવાલાએ કાર્યક્રમનું સૂત્રસંચાલન સંભાળ્યું હતું . કેવીકેના વડા ડૉ. સી . ડી . પંડયાએ ગ્રામસેવકોને કોરોના વાયરસને ધ્યાને લઈ રાષ્ટ્રીય કૃષિ સલાહ તેમજ લોકડાઉનના સમય દરમ્યાન ખેડૂતો માટે ઉપયોગી હેલ્પલાઈન નંબરોની સુવિધા વિશેની માહિતી આપી હતી અને આરોગ્ય સેતુ એપ્લીકેશન અને કિશાન રથ એપ્લીકેશનના મહત્વ વિશે સમજાવ્યું હતુ.
જિલ્લા ખેતીવાડી અધિકારી , શ્રી સતીષભાઈ બી . ગામીત દ્વારા ગ્રામસેવકોને આઈ – ખેડૂત પોર્ટલ ઉપર વિવિધ કૃષિલક્ષી યોજનાઓ અંગેની અરજી વિષયક માહિતી આપી હતી . તેમજ ગ્રામસેવકોને ખેડૂતો વધુ ICT ટૂલ્સનો ઉપયોગ કરતા થાય એ માટે પ્રેરીત કર્યા હતા.
ડૉ. . અર્પિત જે . ઢોડિયા , વૈજ્ઞાનિક ( કષિ વિસ્તરણ ) એ ઈનફોર્મેશન એન્ડ કોમ્યુનિકેશન ટેકનોલોજીનો અર્થ સમજાવી તેના ઉપયોગ અને ફાયદાઓ વિશે વિસ્તૃત સમજણ આપી હતી . આ ઉપરાંત ખેતીલક્ષી વિવિધ વેબસાઈટસ જેવી કે , nau.in , rkmp.iari.in , akmindia.in , agropedia.iitk.ac.in , agricultureinformation.com , e – choupal , commodityindia.com , Agmarknet.com , TNAU AGRITECH Portal વિશે માહિતી આપી હતી . વધુમાં તેમણે જુદા જુદા ICT ના પ્લેટફોર્મ્સ તથા કિશાન મિત્ર એપ્લીકેશન વિશેની વિસ્તૃત માહિતી આપી હતી . તથા ઈ – ગ્રામપંચાયત ઉપરથી ખેડૂતો કઈ રીતે ખેતીવિષયક માહિતી મેળવી શકે એ વિશે પણ છણાવટ કરી હતી . અને કૃષિ વિજ્ઞાન કેન્દ્ર , વ્યારા દ્વારા ઉપયોગ કરવામાં આવતાં જુદા જુદા ICT ટૂલ્સ અંગે જાણકારી આપી હતી .
સદર કાર્યક્રમમાં ગ્રામસેવકોને મુંઝવતા પ્રશ્નોનું પણ ઓનલાઈન ડાયલ – આઉટ કોન્ફરન્સમાં નિરાકરણ કરવામાં આવ્યું હતું .