વઘઇ ખાતે લોકડાઉનની આડમાં વેપારીઓ બમણા ભાવ વસુલ કરી લોકોને લૂંટી રહ્યા હોવાની રાવ !!
લોક ડાઉનના સમયમાં અધિકારીઓ સાથે સેટીંગ કરીને વેપારીઓ ગરીબ આદિવાસી પ્રજાને લૂંટી રહ્યા છે તેવું આમ જનતામાં ચર્ચાઈ રહ્યું છે
કોરોના વાયરસ સંક્ર્મણ રોગચાળાને અટકાવવા ભારત સરકાર તેમજ રાજ્ય સરકાર દ્વારા આવશ્યક ચીજ વસ્તુઓ સિવાય વેચાણ કરવા પ્રતિબંધ મુકવામાં આવ્યો છે સાથે સાથે જાહેરમાં થુંકનાર સામે કાયદેસર ની દંડકીય કાર્યવાહી કરવાનો આદેશ આપ્યો છે ત્યારે વઘઇ નગરના વેપારીઓ બીડી ગુટકા તમાકુનું બમણા ભાવે વેંચાણ કરી સરકારના જાહેરનામાનો છડેચોક છેદ ઉડાવી રહયા છે
(અર્જુન જાધવ દ્વારા, વઘઈ) : કોરોના વાઇરસને રોકવા માટે સમગ્ર દેશમાં લોકડાઉન જાહેર કરવામાં આવ્યું હતું તેમ છતાં હજુ આ મહામારી ની સ્થિતિ ને કાબુ માં ન આવતા પ્રજાજનો ના આરોગ્ય ની સુખાકારી લઈને (૦૩) મેં સુધી નુ લોકડાઉન ફરી જાહેર કરવામાં આવતા ડાંગ જીલ્લા ના પ્રવેશ દ્વાર વઘઇ નગર ના મોટા ગજાના છુટક તથા જથ્થાબંધ વેપારીઓએ લોકડાઉન નો ફાયદો ઉઠાવીને તમાકુ ગુટકા સીગરેટ સહીત જીવન જરૂરીયાત ની ચીજવસ્તુ ઓ બમણા ભાવે વેચાણ કરી લોકો ને લૂંટી રહયા હોવાની બુમ વઘઇ તાલુકા ના પ્રજાજનો માં ઉઠવા પામી છે.જેમાં તમાકુ ગુટકા ના વ્યસન ની બનેલા લોકો ને કાળા બજારીયા ઓ વધુ પ્રમાણ માં લુંટી રહ્યા છે.જે વિમલ ગુટકા ૦૫ રૂપિયા માં વેચાય છે તે વિમલ આજે કાળા બજાર માં ૩૦ રૂપિયા માં ખરીદી પોતાની તલપ બુઝાવી રહયા છે વળી રાજ્ય સરકાર દ્વારા આવશ્યક ચીજ વસ્તુઓ સિવાય વેચાણ કરવા પ્રતિબદ્ધ મુકવામાં આવ્યો છે તેમ છતા પણ જાહેરનામ નો છેડે ચોક છેદ ઉડાવી વેપારીઓ વિમલ ના પેકેટ ૧૫૦ રૂપિયા ના બદલે લોકઆઉટ ની આડ માં ખુલ્લે આમ વિમલ ના પેકેટ નુ ૮૦૦ રૂપિયા કરતા પણ વધુ ભાવે ગુટકા નુ વેચાણ કરી વઘઇ નગર ના વેપારી કાળા બજાર કરી રહયા છે જયારે અમુક વેપારીઓ તો જીવન જરૂરીયાત ની ચીજ વસ્તુઓના પેકીંગ પર ની (MRP) પ્રિન્ટ સાથે છેડછાડ કરી ને પણ ગ્રાહકો ને લુટવા ના પેતરા પણ અજમાવી રહ્યા છે વળી આ બાબત ની જાણ અધિકારીઓ ન હોય એમ અજાણ બની અધિકારી ઓ ઘોર નિદ્રામાં સુઈ રહ્યા હોય એમ જનતા પ્રતીત કરી રહી છે.વળી લોકડાઉન નો ફાયદો ઉઠાવી નાના લારી ગલ્લા વાળાઓને ને મિરાજ તમાકુ સિગરેટ ગુટકા ખુબ ઉંચા ભાવે વેંચી ને વઘઇ નગર ના વેપારીઓ કાળા બજાર કરી વધુ નફો રળવા બખ્ખા બોલાવી રહ્યા છે.જયારે વહીવટી તંત્ર આવા કાળા બજાર કરતા વેપારીઓ સામે તંત્ર કડક પગલાં લે એવી પ્રજાજનો ની માંગ ઉઠવા પામી છે.