ઉચ્છલના સાકરદા ગામેથી મહારાષ્ટ્ર નવાપુરમાં નોંધાયેલ પ્રોહીબિશનના ગુન્હામાં નાસતો ફરતો વોન્ટેડ આરોપીને પકડી પાડતી એલ.સી.બી. તાપી
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : આજરોજ શ્રી એન.જી. પાંચાણી, ઇન્ચાર્જ પોલીસ ઈન્સ્પેકટર, એલ.સી.બી. તાપીની સીધી સુચના અને માર્ગદર્શન હેઠળ એ.એસ.આઇ. જગદીશભાઇ જોરારામભાઈ એલ.સી.બી. તાપી, એલ.સી.બી./ પેરોલ ફર્લો સ્કોર્ડ તાપીના પોલીસ માણસો સાથે સોનગઢ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા. તે દરમ્યાન અ.હે.કો જયેશભાઈ લીલકીયાભાઈ તથા અ.પો.કો. રવિન્દ્રભાઈ મહેન્દ્રભાઈને મળેલ બાતમી આધારે ઉચ્છલના સાકરદા ગામના હાઇવે બ્રિજ નીચેથી મહારાષ્ટ્ર રાજ્યના નંદુરબાર જીલ્લાના નવાપુર પોલીસ સ્ટેશનમા નોંધાયેલ મહારાષ્ટ્ર દારુબંધી અધીનીયમ કલમ ૬૫ઇ,૮૩,૧૦૮ મુજબના ગુનાના કામે સંડોવાયેલ વોન્ટેડ આરોપી- રાજેશભાઈ રામજીભાઈ ગામીત ઉ.વ ૩૭ રહે,ઉમરકચ્છ ગામ ડુંગરી ફળીયું તા. ડોલવણ જી.તાપીને આજે તા.૦૨/૦૯/૨૦૨૪ ના રોજ પકડી પાડતા કાયદેસરની કાર્યવાહી કરી આરોપીને આ ગુનાના કામે અટક કરવામાં આવેલ છે.
કામગીરી કરનાર ટીમ :-
ઇન્ચાર્જ પો.ઇન્સ.શ્રી એન.જી. પાંચાણી એલ.સી.બી. તાપીની સુચનાથી એ.એસ.આઇ. જગદીશભાઇ જોરારામભાઈ, અ.હે.કો. અનિરૂધ્ધસિંહ દેવસિંહ, અ.હે.કો. જયેશભાઇ લીલકીયાભાઇ, અ.પો.કો. પ્રકાશભાઈ રામાભાઈ, અ.પો.કો. રવિન્દ્રભાઈ મહેન્દ્રભાઇ, અ.પો.કો. રાહુલભાઈ દિગંબરભાઈએ કામગીરી કરેલ છે.