ડાંગ જિલ્લાના પ્રવેશદ્વાર વઘઈમાં પોલીસ લોકડાઉનનું પાલન કરાવવા સજ્જ
(અર્જુન જાધવ દ્વારા, વઘઈ) : ડાંગ જિલ્લામાં લોકડાઉન નું પાલન કરાવવા જિલ્લાના પોલીસ વડા શ્વેતા શ્રીમાળી ની સુચના મુજબ જિલ્લાના તમામ પોલીસ મથકો ના વિસ્તારોમાં કાયદાનું પાલન થાય એ માટે તમામ પોલીસ અમલદારોને સૂચના આપવામાં આવી છે ત્યારે ડાંગ જિલ્લાના પ્રવેશદ્વાર વઘઈમાં માં જાહેરનામાના ભંગ બદલ તેમજ બિનજરૂરી નિકળતા લોકો સામે વઘઇ પોલીસે કાર્યવાહી હાથ ધરી છે જ્યારે લોકો દ્વારા જાહેરનામાનો ભંગ ન થાય અને લોકડાઉન નો ચુસ્ત પણે અમલ થાય માટે વઘઇ પોલીસ સજ્જ બની છે
જ્યારે વઘઇ બજારમાં પરવાનગી વગર દુકાનો ખોલી બેઠેલા દુકાનદારો સામે વઘઇ પોલીસે લાલ આંખ કરી દુકાનો બંધ કરાવી હતી. ડાંગ જિલ્લાના પ્રવેશદ્વાર વઘઈમાં ડિવાયેસપી પી જી.પટેલ, વઘઇ પીએસઆઈ એસ.જે.રાઠોડ, વઘઇ પોલીસ કર્મીઓ સહિત વઘઇ મામલતદાર લોકડાઉનનું ચુસ્ત પણે પાલન કરાવી જ્યારે વઘઇ નગર માં શરતો ને આધીન શરૂ કરાયેલ દુકાનદારો ને સરકાર ની ગાઇડ લાઇન મુજબ ગ્રાહકો ને સોશિયલ ડીસ્ટન ની લક્ષરેખા નો ચુસ્ત પણે અમલ કરાવવા સુચના આપવામાં આવી હતી