તાપી જિલ્લામાં નવરાત્રી રાસ ગરબા સ્પર્ધા: ૨૦૨૪-૨૫નું આયોજન

રાસ ગરબા સ્પર્ધામાં ભાગ લેવા ઈચ્છુક યુવાઓએ ૫ સપ્ટેમ્બર સુધીમાં નિયત નમુનાનું અરજીપત્રક ભરી જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરીએ રૂબરૂ અથવા ટપાલ દ્વારા મોકલી આપવાનું રહેશે
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા.૩૦ ગુજરાત સરકારશ્રીનાં રમતગમત, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ, ગાંધીનગર તેમજ કમિશનરશ્રી, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ, ગાંધીનગર દ્રારા આયોજીત અને જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિની કચેરી,તાપી સંચાલિત નવરાત્રી રાસ ગરબા સ્પર્ધા:૨૦૨૪-૨૫નું આયોજન કરવામાં આવનાર છે.
જેમાં ભાગ લેવા ઈચ્છતા તાપી જિલ્લાના વિસ્તારમાં રહેતા યુવક-યુવતીઓએ પ્રાચીન તેમજ અર્વાચીન ગરબા સ્પર્ધામાં ૧૪ થી ૩૫ વર્ષ અને રાસ સ્પર્ધામાં ૧૪ થી ૪૦ વર્ષના ભાગ લઈ શકશે.આ જિલ્લાકક્ષાની નવરાત્રી રાસ- ગરબા સ્પર્ધામાં ભાગ લેવા માટે સ્પર્ધકોએ નિયત નમુનાનું અરજીપત્રક સંપૂર્ણ વિગત સાથે બે નકલમાં ભરી, જન્મ તારીખનાં પુરાવા તરીકે દરેક સ્પર્ધક્ની આધારકાર્ડની નકલ સાથે અરજી “પ્રતિ, જિલ્લા યુવા વિકાસ અધિકારીશ્રી, જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી, બ્લોક નં. ૬, પ્રથમ માળ, જિલ્લા સેવા સદન, પાનવાડી, વ્યારા, જિ.તાપી ખાતે તા.૦૫/૦૯/૨૦૨૪ સુધીમાં રૂબરૂ અથવા ટપાલથી મોકલી આપવાની રહેશે.પ્રાચીન-અર્વાચીન ગરબા તેમજ રાસનાં શબ્દો અરજી સાથે આપવાનાં રહેશે.એમ જિલ્લા યુવા વિકાસ અધિકારીની અખબારી યાદીમાં જણાવાયું છે.