સી એન કોઠારી હોમિયોપેથિક મેડિકલ કોલેજ ખાતે 78માં સ્વાતંત્ર્ય દિનની ઉજવણી
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : સી એન કોઠારી હોમિયોપેથિક મેડિકલ કોલેજ એન્ડ રિસર્ચ સેન્ટર વ્યારા, કાલિદાસ હોસ્પિટલમાં ટ્રસ્ટી સભ્યો, ટીચિંગ સ્ટાફ, નોન ટીચિંગ સ્ટાફ, હોસ્પિટલ સ્ટાફ અને વિદ્યાર્થીની સાથે ભારતનો 78મો સ્વાતંત્ર્ય દિનની ઉજવણી કરવામાં આવી. અભિયાનના ભાગરૂપે તમામ વિદ્યાર્થીઓ અને સ્ટાફને 13થી 15 ઓગસ્ટ 2024 દરમિયાન તેમના ઘરે તિરંગો ફરકાવવા પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. સ્વાતંત્ર્ય દિનના દિવસે હોસ્પિટલના સ્ટોર કીપર શ્રી રાજેન્દ્રભાઈ કોકજે ના પવિત્ર હસ્તે ધ્વજ ફરકાવવામાં આવ્યો હતો. તેમણે પોતાના ભાષણમાં સ્વાતંત્ર્ય સેનાનીઓને શ્રદ્ધાંજલિ આપી હતી. કોલેજના શૈક્ષણિક વડા ડો ભાવિન મોદીએ પોતાના ભાષણમાં માતા રાષ્ટ્રના વાસ્તવિક હીરોને યાદ કર્યા જેમણે પેરિસ ઓલિમ્પિક 2024માં પોતાનું શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું હતું અને યુનિવર્સિટી દ્વારા આયોજિત વિવિધ એથ્લેટિક કાર્યક્રમોમાં ભાગ લેવા જતા કોલેજના રમતગમત વ્યક્તિઓને પ્રેરિત કર્યા હતા. કોલેજની વિદ્યાર્થી ચોથા બીએચએમએસના મિસ. જિજ્ઞ્યાસા આહિરે સમગ્ર કાર્યક્રમ ને સંબોધન કર્યું હતું. પ્રથમ બીએચએમએસના મિસ. ધ્રુવી રોહિત ધ્વજ ફરકાવવા માટે મુખ્ય મહેમાનને એસ્કોર્ટ કરવામાં આવ્યાં હતાં. ત્યારબાદ ચોથા બીએચએમએસના શ્રી ઇમરાન પઠાણે વિદ્યાર્થીએ દેશભક્તિ પર શાયરી આપી હતી. ઇવેન્ટના અંતે બધા મીઠાઈઓ સાથે છૂટા પડ્યાં હતા. આચાર્ય ડો. (શ્રીમતી) જ્યોતિ આર રાવના માર્ગદર્શન હેઠળ ડો. ધૃણી ગવળી અને તેમની ટીમના સંયુક્ત પ્રયાસોથી કાર્યક્રમ સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવ્યો હતો.