પ્રોહીબીશનનાં ગુનામાં વોન્ટેડ આરોપીને ઝડપી પાડતી તાપી એસ.ઓ.જી.
Contact News Publisher

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : પોલીસ મહાનિરીક્ષકશ્રી, સુરત વિભાગ સુરતની રાહબરી અને માર્ગદર્શન હેઠળ, પોલીસ અધિક્ષકશ્રી, રાહુલ પટેલ સાહેબશ્રીએ એસ.ઓ.જી. ચાર્ટરને લગતી કામગીરી કરવા તથા તાપી જીલ્લાના તથા બહારના જીલ્લાના ગુનામાં સંડોવાયેલ નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા સુચના આપવામાં આપેલ હોય, જે અનુસંધાને પોલીસ ઇન્સ્પેકટરશ્રી, કે.જી.લીંબાચીયા, એસ.ઓ.જી. તાપીની સુચના અને માર્ગદર્શન હેઠળ એસ.ઓ.જી. શાખાના પોલીસ માણસો ડોલવણ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન એસ.ઓ.જી. શાખાનાં આ.પો.કો. વિપુલભાઇ રમણભાઇને ખાનગીરાહે મળેલ બાતમીના આધારે ઉચ્છલ પો.સ્ટે.માં નોંધાયેલ પ્રોહીબિશનના ગુનામાં સંડોવાયેલ વોન્ટેડ આરોપી આરોપી પ્રતિક ઉર્ફે પકો છનાભાઇ ગામીત રહે, વાંકલા ઓલણ નદી ફળીયુ, તા.ડોલવણ જી.તાપીને ઝડપી પાડવામાં સફળતા મળેલ છે.
કામગીરી કરનાર અધિ./કર્મચારી
(૧) PSIશ્રી એન.પી. ગરાસીયા એસ.ઓ.જી. તાપી
(૨) UASI આનંદજીભાઇ ચેમાભાઇ એસ.ઓ.જી. તાપી
(૩) અ.હે.કો. દાઉદ ઠાકોરભાઈ એસ.ઓ.જી. તાપી
(૪) આ.પો.કો વિપુલ રમણભાઇ એસ.ઓ.જી. તાપી
