ગિરિમથક સાપુતારામાં કલેક્ટર શ્રી બી. બી. ચૌધરીનાં આગેવાની હેઠળ યોજાઈ “તિરંગા યાત્રા”

Contact News Publisher

ગિરિમથક સાપુતારા તિરંગામય બન્યુ

યાત્રાએ મુખ્ય માર્ગો ઉપર ફરી લોકચેતના જગાવી

(અર્જુન જાધવ દ્વારા, વધઈ) : તા: ૧૧: વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ રાષ્ટ્રભાવનાની જ્યોત ઘર ઘરમાં જગાવવા માટે ‘હર ઘર તિરંગા’ અભિયાનમાં દેશવાસીઓને જોડાવા આહ્વાન કર્યું છે. જેને અનુસરીને સમગ્ર દેશ તિરંગાના રંગમાં રંગાઈને એકતાના સૂત્રમાં પરોવાઈ ગયો છે.

તિરંગા ના રંગે રંગાયેલા રાષ્ટ્ર સમસ્તની જેમ, રાજ્યના છેવાડે આવેલા ડાંગ જિલ્લામાં પણ ચારે તરફ તિરંગો લહેરાઈ રહ્યો છે. ત્યારે આજરોજ ગિરિમથક સાપુતારા ખાતે જિલ્લા કલેક્ટરશ્રી બી. બી. ચૌધરીના આગેવાની હેઠળ તિરંગા યાત્રા યોજાઈ હતી.

સાપુતારા નોટિફાઈ કચેરીથી શરૂ થયેલ આ યાત્રા મુખ્ય સર્કલ થી લેકવ્યું ગાર્ડન થી ફરીને મેઈન સર્કલ સુધી પુર્ણ થઈ હતી. સાથે તિરંગા યાત્રાએ સ્થાનિકો તેમજ પ્રવાસીઓમાં લોકચેતના જગાવી હતી.

પોલીસ બેન્ડની સુરાવલી સાથે નીકળેલી આ યાત્રામાં જિલ્લા પોલીસ વડા શ્રી યશપાલ જગાણીયા, પ્રાંત અધિકારી શ્રી સાગર મોવલીયા, હોટેલે એસોસિઅનનાં પ્રમુખ શ્રી તુકારામ કરડીલે સહિતના કર્મચારીશ્રીઓ, સ્થાનિકો, વિદ્યાર્થીઓ તેમજ મોન્સૂન ફેસ્ટિવલમાં પધારેલ પ્રવાસીઓ મોટી સંખ્યામાં જોડાયા હતાં.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Other