વ્યસની પતિને કાયદાનું ભાન કરાવી પતિ – પત્ની વચ્ચે સુખદ સમાધાન કરાવતી બારડોલી ૧૮૧ અભયમ મહિલા હેલપલાઇન ટીમ
(પ્રતિનિધિ દ્વારા, બારડોલી) : ગત રોજ માંગરોળ તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાંથી રાત્રીના સમયે એક પીડિત મહીલા દ્વારા ૧૮૧ અભયમ મહિલા હેલ્પલાઇનમાં ફોન કરી જણાવેલ કે તેમના પતિ કેફી દ્રવ્યોનું સેવન કરી ઘરે આવે છે અને ખુબ જ માનસિક ત્રાસ આપે છે. તેથી ૧૮૧ ની મદદ ની જરૂર છે.
જેના પગલે ૧૮૧ અભયમ મહિલા હેલ્પલાઇન ટીમ સ્થળ પર પહોંચી ગઈ હતી. પીડિતા મહિલાના કાઉન્સિલિંગ દરમ્યાન જાણવા મળ્યું કે પીડિતા તેમના પતિ અને ત્રણ બાળકો સાથે રહેતા હતા. પીડિતાના પતિ કંપની નોકરી કરતા હતાં પરંતુ તેવો છેલ્લાં 6 છ મહિના થી નોકરી પર જતા નથી. તેમનું એક્સિડન્ટ થયું હોવાથી ભારે કામ કરી સકતા નથી અને મજૂરી કામ કરે એ પૈસા પણ ઘર ખર્ચ માટે આપતાં ના હતાં. પીડિતા અને તેમના બાળકોની કોઈ પણ જવાબદારી પૂરી નહતા કરતા. પીડિતા તેમની અને તેમના બાળકોની નાની નાની જરૂરિયાત પુરી કરવા માટે મજૂરી કામ કરવા માટે જતા હતા. અને તેમના પિયરપક્ષ આર્થિક મદદ કરે તેમજ પતિ ની સારવાર માટે પણ પિયર પક્ષ દ્વારા પૈસા આપવામાં આવે છે. એ બાબતને લઈને પીડિતાના રોજ તેમના પતિ સાથે ઝઘડાઓ થતા હતા. તેમના પતિ અવાર-નવાર કેફી દ્રવ્યોનુ સેવન કરીને ઘરે આવી ખૂબ જ માનસિક ત્રાસ આપતો હતો. તેથી તેમના પતિ ને સમજાવવા ૧૮૧ ની મદદ લીધી હોય.. આમ બંને પક્ષોનું અસરકારક કાઉન્સેલિંગ કરી ૧૮૧ અભિયમની ટીમ દ્વારા પીડિતાના પતિ ને કડક શબ્દોમાં કાયદાનું ભાન કરાવેલ જેથી પીડિતાના પતિએ તેની ભુલ સ્વીકારી અને હવે પછી તેમની પત્ની ને હેરાન નહી કરે તેમજ તેમની પત્ની અને બાળકોની તમામ જવાદારીઓ પૂરી કરશે તેવું જણાવેલ તેથી બંને પતિ અને પત્ની સાથે સુખદ નિરાકરણ કરવામાં આવેલ છે અને ઘર સંસાર તૂટતાં બચાવ્યા હતો. પીડિત મહિલાએ ૧૮૧ નો આભાર માન્યો હતો.