રાજ્ય કક્ષાના મંત્રીશ્રી હર્ષ સંઘવીની પ્રેરક ઉપસ્થિતીમાં સરકારી ગ્રાઉન્ડ ડોલવણ ખાતે “વિશ્વ આદિવાસી દિવસ” જિલ્લા કક્ષાની દિવ્ય અને ભવ્ય ઉજવણી કરાશે
ઉચ્છલના બાબરઘાટ ખાતે જિલ્લા પંચાયત પ્રમુખશ્રી જાલમસિંહ વસાવાની પ્રેરક ઉપસ્થિતીમાં જિલ્લાના મુખ્ય બે કાર્યક્રમો યોજાશે
મહાનુભાવોના હસ્તે વિવિધ પ્રકલ્પોનુ ખાતમુહર્ત, લોકાર્પણ તથા વિવિધ યોજનાના લાભાર્થીઓને લાભો એનાયત કરાશે
—
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા: ૮: આદિવાસી સમાજની ભવ્ય અને ઐતિહાસિક વિરાસત, પરંપરાગત વારસો, અને અસ્મિતાને ટકાવવાના પ્રયાસના ભાગરૂપે, યુનો દ્વારા તા.૯મી ઓગસ્ટને ‘વિશ્વ આદિવાસી દિવસ’ તરીકે ઘોષિત કરવામાં આવ્યો છે. જેના ભાગરૂપે આદિવાસી સંસ્કૃતિને ઉજાગર કરવા સમગ્ર ગુજરાત રાજ્યના વિવિધ ૧૪ જેટલા આદિવાસી વસ્તી ધરાવતા જિલ્લાઓમાં, આજે એટલે કે તા.૯મી ઓગસ્ટના રોજ ‘વિશ્વ આદિવાસી દિન’ની ઉજવણી કરવામાં આવી રહી છે.
ત્યારે આ વર્ષે ‘વિશ્વ આદિવાસી દિવસ’ ૨૦૨૪ની જિલ્લાકક્ષાની ઉજવણીના ભાગરૂપે મુખ્ય બે કાર્યક્રમો યોજાશે. સરકારી ગ્રાઉન્ડ ડોલવણ ખાતે રાજ્ય કક્ષાના મંત્રીશ્રી હર્ષ સંઘવીની પ્રેરક ઉપસ્થિતીમાં તથા ઉચ્છલના બાબરઘાટ ખાતે જિલ્લા પંચાયત પ્રમુખશ્રી જાલમસિંહ વસાવાની પ્રેરક ઉપસ્થિતીમાં ૯મી ઓગસ્ટના રોજ સવારે ૧૦:૦૦ કલાકે જિલ્લાના મુખ્ય બે કાર્યક્રમો યોજાશે.
આ કાર્યક્રમમાં મહાનુભાવોના હસ્તે તાપી જિલ્લાના વિવિધ વિકાસ પ્રકલ્પોના ખાતમુહર્ત અને લોકાર્પણ, સહિત આદિવાસી કલ્યાણની વિવિધ યોજનાઓના લાભાર્થીઓને લાભો એનાયત કરી, પ્રજાજનોને ‘વિશ્વ આદિવાસી દિવસ’ની સોગાદ પણ આપવામાં આવનાર છે.
0000