કોરોના વાઇરસ લઇને ડાંગમાં ફરજ બજાવતા અપડાઉનીયા કર્મચારીઓની પ્રવેશ બંધી કરવા લોકોની માંગ 

Contact News Publisher

વઘઇ – આહવા તાલુકામાં કોરોના મહામારીનો એકપણ પોઝીટીવ કેસ નોંધાયો નથી. ત્યારે વહીવટી તંત્ર ડાંગ બહાર થી અપડાઉન કરતા સરકારી કર્મચારી ઓ સામે લાલ આંખ કરે એ જરૂરી બન્યુ છે 

(અર્જુન જાધવ દ્વારા, વઘઇ) : તા:૨૪, વૈશ્વિક મહામારી કોરોના વાયરસ ને લઈને સમગ્ર વિશ્વમાં હાહાકાર મચી ગયો છે ત્યારે શહેર સાથે ગામડાઓમાં પણ  ધીરે ધીરે કોરોનાની એન્ટ્રી થતાં લોકોમાં ફફડાટ ફેલાયો છે જ્યારે ડાંગ જિલ્લામાં એક પણ કેશ પોઝીટીવ ન હતો ત્યારે હવે ડાંગ જિલ્લામાં પણ એક કેશ પોઝીટીવ આવતાં તંત્ર દોડતું થયું છે. ડાંગ જિલ્લામાં સુબીર તાલુકાની યુવતીનો રિપોર્ટ પોઝીટીવ આવતાં હવે વઘઇ અને આહવા તાલુકામાં કોરોના મહામારીનો એકપણ પોઝીટીવ કેસ નોંધાયો નથી.  વહીવટીતંત્ર અને પોલીસ ખાતાની સરાહનીય કામગીરી ને સ્થાનિક લોકો બિરદાવી રહ્યા છે જેને લઈ આ વિસ્તારના લોકો ભય મુક્ત જીવી રહ્યા છે પરંતુ હાલ ડાંગ ના સુબીર તાલુકા ની સુરત કિરણ હોસ્પિટલ ખાતે નર્સ તરીકે ફરજ બજાવતી ડાંગ માં પરત ફરેલ પ્રીતી કુંવર નામ નુ યુવતિ ને કોરોના વાઇરસ નો પ્રથમ પોઝેટીવ નોંધાતા લોકો માં ફફડાટ મચી જવા પામ્યો છે જે તકેદારી ના ભાગ રૂપે કોરોના અસ્તગ્રસ્ત વિસ્તારમાં એવા વલસાડ નવસારી તાપી જેવા જીલ્લા બહાર થી ડાંગ જીલ્લાામાં ફરજ બજાવવા કર્મચારી ઓ સરકારી પાસ નો ઉપયોગ કરી બિંદાસ જીલ્લા બહાર થી અપડાઉન કરી રહ્યા છે, ત્યારે આવા કપરા સમય માં કર્મચારીઓના માથે જોખમની સાથે અજાણતા માં આ કર્મચારીઓ સંક્રમિત થાય તો કોરોના વાઈરસ બાકી રહેલા વઘઇ અને આહવા તાલુકામાં ફેલાવાની દહેશત વર્તાઈ રહી છે આ તમામ કર્મચારીઓની ફરજ પ્રત્યેની જબાબદારી વખાણવા લાયક છે પણ આવા અપડાઉનીયા કર્મચારીઓ કોરોના વાઇરસ ના વધી રહેલા સંક્રમણ ને અટકાવવા માટે પોતાની નૈતિકતા દાખવી ડાંગ જીલ્લા માં રહેવાની સંપૂર્ણ વ્યવસ્થા કરી અપડાઉન બંધ કરે તેવી તાલુકાના લોકોની માંગણી ઉઠી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, ડાંગ જિલ્લા માં અન્ય જિલ્લા માંથી અસંખ્ય સરકારી કર્મચારીઓ પોતાના વાહનો કે અન્ય ખાનગી વાહનોમાં રોજીંદા અપડાઉન કરી રહ્યા છે.પણ હાલ ડાંગ જિલ્લા માં કોરોના વાઇરસ નો પોઝિટીવ કેશ નોંધાતા હાલ પરિસ્થિતિ ને ધ્યાને રાખી તકેદારી ના ભાગ રૂપે અન્ય જીલ્લોઓ માંથી અપડાઉન કરતા કર્મચારીઓની ડાંગ જિલ્લા માં પ્રવેશ બંધી કરવા માં આવે એવી આહવા, વઘઇ તાલુકા પથંક ના લોકો ની માંગ ઉઠી રહી

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Other