મિત્રતા દિવસ નિમિત્તે સ્પર્શ નોલેજ સેન્ટર વ્યારા તથા ગંગા સમગ્ર ટીમ તાપી જિલ્લા ના સંયુક્ત ઉપક્રમે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : મિત્રતા દિવસ નિમિત્તે આજે તા.04/08/2024 રવિવાર દક્ષિણાપથ વિદ્યા સંકુલ વ્યારા ખાતે “વૃક્ષ સાથે મિત્રતા” એ સંકલ્પના સાથે સ્પર્શ નોલેજ સેન્ટર વ્યારા તથા ગંગા સમગ્ર ટીમ તાપી જિલ્લા ના સંયુક્ત ઉપક્રમે યોજાયેલા વૃક્ષારોપણ કાર્યક્રમ માં 330 જેટલાં ફળાઉ વૃક્ષોનું વૃક્ષારોપણ કરી મિત્રતા દિવસની અનોખી રીતે ઉજવણી કરવામા આવી.
વૃક્ષારોપણ કાર્યક્રમ માં સ્પર્શ નોલેજ સેન્ટર વ્યારાના અધ્યક્ષપણા હેઠળ ગંગા સમગ્ર ટીમ તાપી જિલ્લા સાથે સ્પર્શ ફાઉન્ડર ટીમના સહયોગી મંત્રીશ્રી બીપીનભાઈ ચૌધરી (તાપી નેચરલ ફૂડ્સ – પ્રીમિયમ અથાણાં, ઓર્ગેનિક સ્ટોર, સોલાર રૂફટોપ, તાપી RO – મુસા રોડ, વ્યારા), શ્રી અશ્વિનભાઈ ગામીત – રીટા.એક્ઝક્યુટિવ ઇજનેર જીઇબી. શ્રીમતી આશાબેન ચૌધરી – (પ્રિન્સિપાલ મોડેલ સ્કૂલ – ડોસવાડા), ડૉ. આશિષ શાહ (પ્રિન્સિપાલ – દક્ષિણાપથ સંકુલ), શ્રી મધુભાઈ ગામીત ex.scientific executive KAPP, શ્રી માનસિંગભાઈ ચૌધરી રીટા.BOB, દક્ષિણાપથ સ્કૂલ ના સ્ટાફ તેમજ વિદ્યાર્થીમિત્રો, ગંગા સમગ્ર તાપી જિલ્લા અધ્યક્ષ, શ્રી સુદામભાઈ સાટોટે, ગુજરાત પ્રાંત ના કાર્યકારીણી સભ્યશ્રી સંજયભાઈ શાહ, શિક્ષણ આયામના અધ્યક્ષ શ્રી નિમિષાબેન ભાવસાર, ઉપાધ્યક્ષશ્રી નંદાબેન શાહ, મહામંત્રી શ્રી જિજ્ઞાશાબેન, જળ સંચય આયામના ઉપાધ્યક્ષ શ્રી સાગરભાઈ વ્યાસ, સંચાર આયામના મહામંત્રી શ્રી રાઘવેન્દ્રભાઈ શિંદેએ હાજર રહી વૃક્ષારોપણ કાર્યક્રમ ને સફળ બનાવ્યો હતો. દક્ષિણાપથ વિદ્યા સંકુલના શિક્ષકગણ અને વિધાર્થીઓએ ફળાઉ (કમરખ,જમરૂખ, ફણસ, આંબો, સીતાફળ, ચીકુ, લીંબુ, બોર, સરગવો, સેતુર,ખાટી આમલી, ખાટાઆંબળા વગેરે) વૃક્ષોને મિત્રભાવ સાથે જતન તેમજ ઉછેર માટે કૃત સંકલ્પ લીધો હતો અને ગંગા સમગ્ર ની ટીમએ સમયાંતરે મુલાકાત કરવાનું વચન આપી મિત્રતા દિવસની ઉજવણીને વિશેષ બનાવી હતી.