કલાનિકેતન જિલ્લા લોક વિજ્ઞાન કેન્દ્ર તાપી દ્રારા “કલાઇમેન્ટ ચેંજ સાયન્સ બોર્ડ ગેમ” કીટ વિતરણ સહિત ૩૦ શિક્ષકોને તાલીમ અપાઈ
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેકનોલોજી ગુજકોસ્ટ ગાંધીનગર સંચાલિત કલાનિકેતન જિલ્લા લોક વિજ્ઞાન કેન્દ્ર તાપી દ્રારા “કલાઇમેન્ટ ચેંજ સાયન્સ બોર્ડ ગેમ” કીટ વિતરણ સહીત સાત તાલુકાના પ્રાથમિક શાળાના ૩૦ શિક્ષકોને તાલીમ આપવામાં આવી.
કલાનિકેતન જિલ્લા લોક વિજ્ઞાન કેન્દ્ર તાપી દ્રારા “કલાઇમેન્ટ ચેંજ સાયન્સ બોર્ડ ગેમ” કીટ થકી સાત તાલુકાના પ્રાથમિક શાળાના ૩૦ શિક્ષકોને ટ્રેનીંગ પ્રોગ્રામ યોજાયો .જેમાં ગાંધીનગર થી ટ્રેનર મીનલભાઈ સરવૈયા , લોક વિજ્ઞાન કેન્દ્ર ના ડાયરેક્ટર ભૂમિલ શાહ અને જિલ્લાના પ્રાથમિક શિક્ષણધિકારી DPEO વર્ષાબેન વસાવા ઉપસ્થિત રહ્યા હતા. જિલ્લા લોક વિજ્ઞાન કેન્દ્રના ડાયરેક્ટર શ્રી ભુમિલ શાહ દ્રારા બુકેથી સ્વાગત કરવામાં આવ્યું હતું. જેમાં જિલ્લા ની સાત તાલુકાની નામાંકીત ગ્રામ્ય વિસ્તારની ત્રણ ત્રણ પ્રાથમિક શાળાઓ પસંદ કરવામાં આવી હતી અને તેઓને “કલાઇમેટ ચેન્જ scinence ગેમ બોર્ડ “કીટ
આપવામાં આવી હતી તેના વિષે સમજ અને ઉપયોગિતા જણાવવામાં આવી અને શાળાનાં બાળકો ને જ્ઞાન પહોંચે તેવો સરકારશ્રી વિજ્ઞાન અને ટેક્નોલોજી વિભાગનો ઉમદા પ્રયાસ હાથ ધરવામાં આવ્યો હતો. આમ જિલ્લાનાં કુલ ૩૦ શિક્ષકો હાજર રહ્યા હતા અને સફલતા પુર્વક તાલીમ આપવામાં આવેલ હતી અને સૌ ને વિશેષ જ્ઞાન પૂરું પાડવામાં આવ્યું હતું અંતે દરેક શિક્ષકોને “કલાઇમેન્ટ ચેંજ સાયન્સ બોર્ડ ગેમ” કીટ આપવામાં આવી હતી. સૌએ ફીડ બેક આપી તાલીમને શુભેરછા પાઠવી હતી. જિલ્લાનાં લોક વિજ્ઞાન કેન્દ્રના પ્રચારક રણજીત ગામીત, પ્રકાશ ચૌધરી અને ઉદય જોષી સાથે જિલ્લાના ડાયરેક્ટર ભૂમિલ શાહે જણાવ્યું હતુ કે તાલીમ માટે બી.આર.સી. ભવન અને પરિપત્ર સમય સર કરી જિલ્લાના પ્રાથમિક શિક્ષણાધિકારી મેડમ વર્ષાબેન વસાવા સાથે બી.આર.સી. કલ્પેશ ગામીતનો આભાર વ્યક્ત કર્યો હતો. સૌએ ખૂબ રસ દાખવી તાલીમ લઈ જિલ્લાની શાળામા કલાઇમેન્ટ ચેન્જ પ્રોગ્રામનું રસપાન થશે. અંતે સૌ શિક્ષકોને ચા-નાસ્તો, કીટ વિતરણ સાથે અલ્પાહાર કરી છુટા પડ્યા.