“ગંગા સમગ્ર” ટીમ તાપીએ વૃક્ષારોપણ આયામના અધ્યક્ષશ્રી બકુલભાઈ મહેતા સાથે સહભાગી થઈ રાણીઆંબાના બોડા ડુંગરી પર “એક પેડ માઁ કે નામ” અંતર્ગત વૃક્ષારોપણના ઐતિહાસિક કાર્યક્રમને સફળ બનાવ્યો
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા.27/07/2024 શનીવાર “ગંગા સમગ્ર” ટીમ તાપી જિલ્લા વૃક્ષારોપણ આયામના અધ્યક્ષશ્રી બકુલભાઈ મહેતા સાથે સોનગઢ રાણીઆંબા ફાટક પાસે બોડા ડુંગરી પર “એક પેડ માઁ કે નામ” અંતર્ગત કાર્યક્રમમાં સહભાગી થયાં હતાં. આદિવાસી પ્રકૃતિ સંવર્ધન સમિતિના નેજામાં ગુજરાત રાજ્યના ગૃહમંત્રી શ્રી હર્ષ સંઘવી સાહેબના અધ્યક્ષપણા હેઠળ બારડોલી લોકસભા સાંસદ શ્રી પ્રભુભાઈ વસાવા, તાપી જિલ્લા પ્રભારી તથા ગુજરાત રાજયના વન અને પર્યાવારણ મંત્રી શ્રી મુકેશભાઈ પટેલ, નિઝર વિધાનસભા ધારાસભ્યશ્રી ડો. જયરામભાઇ ગામીત, વ્યારાના ધારાસભ્યશ્રી મોહનભાઈ કોંકણી તથા તાપી જિલ્લા ભાજપા પ્રમુખશ્રી મયંકભાઇ જોશી સાથે 10,000 વૃક્ષોનો ભવ્યાતિભવ્ય વૃક્ષારોપણ કાર્યક્રમ પાર પાડવામાં આવ્યો. જેમાં સમગ્ર આદિવાસી સમાજે સ્વયંભૂ રીતે ખાડા ખોદવા અને વૃક્ષો રોપવા માટે સાધન સામગ્રી સાથે આવી કાર્યક્રમ ને સફળ બનાવ્યો હતો. તાપી જિલ્લામાં એક સાથે આટલી મોટી સંખ્યામાં લોકો જોડાયા અને આટલા વૃક્ષોનું વૃક્ષારોપણ કરવા માટેની આ એક ઐતિહાસિક ઘટના કહી શકાય એમાં કોઈ બેમત નથી.