વ્યારાના પ્રોહીબિશનના ગુન્હામાં છેલ્લા ત્રણ વર્ષથી નાસતા- ફરતા વોન્ટેડ આરોપીને પકડી પાડતી લોકલ ક્રાઇમ બ્રાંચ તાપી તથા પેરોલ ફર્લો સ્કોર્ડ
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : આજરોજ શ્રી એન.જી. પાંચાણી, ઇન્ચાર્જ પોલીસ ઈન્સ્પેકટર, એલ.સી.બી. તાપીની સીધી સુચના અને માર્ગદર્શન હેઠળ પો.સ.ઇ.શ્રી એન.એસ. વસાવા પેરોલ ફર્લો સ્કોર્ડ તાપી, એલ.સી.બી. તાપીના પોલીસ માણસોએ પોતાના અંગત બાતમીદારો રોકી નાસતા-ફરતા/વોન્ટેડ આરોપી બાબતે માહિતી મેળવવા તજવીજ હાથ ધરી હતી જે દરમ્યાન સાથેના અ.હે.કો. ધર્મેશભાઇ મગનભાઇને ખાનગી રાહે બાતમી મળેલ કે, વ્યારા પો.સ્ટે.મા નોંધાયેલ પ્રોહીબિશનના ગુનાના કામે વોન્ટેડ આરોપી અમર ઉર્ફે વાડી એકનાથ સોલંકી રહે.મોતી ભવન,નવા ફળીયા તા.વાસંદા જી.નવસારીનો ઉમરગામ ખાતે રહે છે તેવી મળેલ હકીકત આધારે વલસાડ જિલ્લાના ઉમરગામ કબ્રસ્તાનની સામે આવેલ સી વુડ એપાર્ટમેન્ટ પાસેથી વ્યારા પો.સ્ટે. મા નોંધાયેલ પ્રોહીબિશન મુજબના ગુનાના કામે સંડોવાયેલ નાસતો-ફરતો આરોપી- અમર ઉર્ફે વાડી એકનાથ સોલંકી ઉ.વ.૩૯ મુળ રહે.મોતી ભવન, નવા ફળીયા તા.વાસંદા જી.નવસારી હાલ.રહે.ફ્લેટ નં.૯૦૫, સી વુડ એપાર્ટમેન્ટ, તા.ઉમરગામ જિ.વલસાડને ગઈકાલ તા.૨૫/૦૭/૨૦૨૪ ના રોજ પકડી પાડી આરોપી વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરી આગળની વધુ કાર્યવાહી માટે વ્યારા પોલીસ સ્ટેશનને સોંપેલ છે.
કામગીરી કરનાર ટીમ :-
ઇન્ચાર્જ પો.ઇન્સ.શ્રી એન.જી. પાંચાણી એલ.સી.બી. તાપીની સુચનાથી પો.સ.ઇ.શ્રી. એન.એસ. વસાવા પેરોલ ફર્લો સ્કોર્ડ તાપી તથા હે.કો. ધર્મેશભાઇ મગનભાઇ તથા પો.કો. ઇન્દ્રસિંહ વાલાભાઇ તથા પો.કો. રોનક સ્ટીવન્સનએ કામગીરી કરેલ છે.