પીએમશ્રી જવાહર નવોદય વિદ્યાલય બોરખડી, તાપી ધો.૬માં ઓનલાઈન પ્રવેશ અંગે
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા.૨૫- ભારત સરકારના શિક્ષા મંત્રાલય દ્વારા સંચાલિત, પીએમ શ્રી જવાહર નવોદય વિદ્યાલય, બોરખડી, જી: તાપી માં ધોરણ-6 (છ) શૈક્ષણિક વર્ષ 2025-26 માં પ્રવેશ પરીક્ષા માટે ફક્ત ઓનલાઈન અરજીપત્ર ભરવા માટે www.navodaya.gov.in અને https://cbseitms.rcil.gov.in/nvs પર જવુ. ઓનલાઈન અરજીપત્ર ભરવાની છેલ્લી તારીખ 16.09.2024 છે. ચાલુ શૈક્ષણિક વર્ષ દરમ્યાન ધોરણ-5 (પાંચ) માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ અરજી કરી શકશે. વિદ્યાર્થીઓ તાપી જીલ્લાની કોઈપણ સરકારી અથવા સરકાર દ્વારા માન્ય શાળામાં અભ્યાસ કરતો હોવો જોઈએ તથા વિદ્યાર્થીઓના વાલીનું રહેઠાણ પણ તાપી જીલ્લાનું જ હોવું જોઈએ. ઓનલાઈન અરજીપત્ર કરવા માટે કોઈ પણ પ્રકારની ફી નથી. પીએમ શ્રી જવાહર નવોદય વિદ્યાલય, બોરખડી, જિ:-તાપી માં અરજીપત્રની હાર્ડ કોપી જમા કરવાની જરૂર નથી. અન્ય માહિતી માટે www.navodaya.gov.in વેબસાઈટ પર જવું. અને www.navodaya.gov.in/nvs/nvs-school/Tapi/en/home વેબ સાઈટ ઉપર ઓનલાઈન અરજીપત્ર ભરવા આચાર્યશ્રી જવાહર નવોદય વિદ્યાલય, તાપીની અખબારી યાદીમાં જણાવાયું છે.
૦૦૦૦૦૦૦૦