તાપી જિલ્લાના અવિવાહિત યુવક-યુવતીઓ માટે સંરક્ષણ ક્ષેત્રે કારકિર્દી બનાવવા માટે ભારતીય વાયુ સેનામાં અગ્નિવીરવાયુ માટે ભરતી

Contact News Publisher

માર્ગદર્શન માટે જિલ્લા રોજગાર કચેરી, વ્યારાનો સંપર્ક કરવો.
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) :  તા.૧૯- સંરક્ષણ ક્ષેત્રે કારકિર્દી ઘડતર ઈચ્છુક યુવા અને ઉત્સાહી સશક્ત યુવક-યુવતીઓ માટે ભારતીય વાયુ સેનામાં અગ્નિવીરવાયુ તરીકે જોડાવા હેતુસર ઓનલાઈન અરજીઓ આમંત્રિત કરવામાં આવેલ છે. આ તા.૦૩/૦૭/૨૦૦૪ થી ૦૩/૦૧/૨૦૦૮ વચ્ચે જન્મેલ (બન્ને તારીખો સહિત) અપરણીત યુવક-યુવતીઓ ઓનલાઈન https://agnipathvayu.cdac.in પરથી તા.૦૮/૦૭/૨૦૨૪ થી તા.૨૮/૦૭/૨૦૨૪ સુધી અરજી કરી શકશે.
શૈક્ષણિક લાયકાત: (૧) ઈન્ટરમેડીયેટ/૧૦+૨/સમકક્ષ સાથે ગણિત, ફીઝિક્સ અને અંગ્રેજી સાથે લધુત્તમ ૫૦ ટકા માર્કસ સાથે ૫૦ ટકા માર્ક અંગ્રેજી વિષયમાં હોવા જોઈએ.
(૨) મિકેનિકલ, ઈલેક્ટ્રિકલ, ઈલેકટ્રોનિક્સ,ઓટો મોબાઈલ, કોમ્પ્યુટર સાયન્સ, ઈન્સ્ટ્રુમેન્ટ્શન ટેકનોલોજી અથવા ઈન્ફ્રોર્મેશન ટેકનોલોજીમાં ત્રણ વર્ષનો ડિપ્લોમા કોર્સ ૫૦ ટકા માર્ક સાથે પાસ કરેલ હોવા જરૂરી છે. ઉંચાઈ :- પુરૂષ:- ૧૫૨.૫ સે.મી. સ્ત્રી:-૧૫૨ સેમી., વજન:- ઉંચાઈ અને ઉમરના પ્રમાણ મુજબ છાતી:- ૭૭ સેમી અને ઓછામાં ઓછી ૦૫ સેમી ફુલવી જોઈએ.
અરજી મેળવવાની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ નિયત પસંદગીની પ્રક્રિયા બે ભાગમાં થનાર છે, પ્રથમ કોમ્પ્યુટર બેઝ ઓનલાઈન ટેસ્ટ યોજવામાં આવશે ત્યાર બાદ શારીરિક માપદંડ ધરાવતા ઉમેદવારોની શારીરિક યોગ્યતા કસોટી યોજાશે જેમાં ઉમેદવારે ૧૬૦૦ મીટર દોડ, લાંબો કુદકો તથા ઉચો કુદકો નિયત માપદંડમાં પૂર્ણ કરવાનો રહેશે.
તાપી જિલ્લાના ઉમેદવારોએ ઓનલાઈન ફોર્મ ભરી અરજીની નકલ જિલ્લા રોજગાર કચેરી, વ્યારા ખાતે રજુ કરવાના રહેશે. તથા ઓનલાઈન ફોર્મ ભરવાની વ્યવસ્થા રોજગાર કચેરી ખાતે કરવમાં આવેલ છે.
રોજગાર અધિકારી વી.એસ. ભોયે દ્વારા જિલ્લાના યુવકો આ લશ્કરી ભરતી રેલીમાં ઉમેદવારી નોંધાવે તેવો આગ્રહ કરવામાં આવેલ છે, અને વધુ વિગતો માટે જિલ્લા રોજગાર કચેરી, જિલ્લા સેવા સદન, બ્લોક નં.૪/૩, વ્યારા, તાપી, ફોન.નં. ૦૨૬૨૬-૨૨૦૨૮૯ પર સંપર્ક કરવા જણાવેલ છે.
૦૦૦૦૦૦૦૦૦૦૦

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Other