કામધેનુ યુનિવર્સિટી, ઉકાઈ ખાતે મત્સ્યપાલકોની ચર્ચા-ગોષ્ઠિમાં ૨૦ ખેડૂતોએ ભાગ લીધો
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા.૧૯- સેન્ટર ઓફ એકસલન્સ ઇન એક્વાકલ્ચર, કામધેનુ યુનિવર્સિટી, ઉકાઈ અને મદદનીશ મત્સ્યોદ્યોગ નિયામકશ્રીની કચેરી ઉકાઈ દ્વારા સંયુક્ત ઉપક્રમે ખેડૂત વૈજ્ઞાનિક ચર્ચાનું આયોજન સીઓઈ ઉકાઈ ખાતે કરવામાં આવેલ હતું. જેમાં તાપી જિલ્લાના ૨૦ જેટલાં ખેડૂતો ઉપસ્થિત રહેલ હતાં. મત્સ્યપાલન ક્ષેત્રે રાષ્ટ્રીય સ્થળે પ્રધાનમંત્રી મત્સ્ય સંપદા યોજનાનુ છેલ્લું વર્ષ ચાલુ છે. ઉકાઈના વિસ્તારમાં વૈજ્ઞાનિક ઢબે મત્સ્યપાલન કરી ખેડૂતોને પુષ્કળ ફાયદો મળી શકે તેમ છે. એ ઉદ્દેશ્ય સાથે આજની બેઠકનું આયોજન કરવામાં આવેલ હતું. જેમાં સીઓઈ ઉકાઈના વડા ડો. સ્મિત લેન્ડે દ્વારા નીલક્રાંતિથી અર્થપ્રાપ્તિ વિષય પર વિચાર પ્રગટ કરવામાં આવ્યો તેમજ સરકારી યોજનાઓ અને એમની અરજી કરવાની પધ્ધતિઓ બાબતે સંપૂર્ણ માહિતી મદદનીશ મત્સ્યોદ્યોગ અધિકારી શ્રી જિગ્નેશ ગોહિલ દ્વારા આપવામાં આવી હતી.
૦૦૦૦૦૦૦૦૦૦