સીઆરપીએફ જવાન મુકેશ ગામીતના સન્માન સમારોહમાં મંત્રીશ્રી કુંવરજીભાઈ હળપતિની પ્રેરક ઉપસ્થિતિ

Contact News Publisher

શૌર્યચક્રથી સન્માનિત મુકેશ ગામીત સમાજના પ્રત્યેક યુવાનો માટે પ્રેરણારૂપ -આદિજાતિ વિકાસ રાજ્ય મંત્રીશ્રી કુંવરજીભાઈ હળપતિ
—-
મુકેશજીના સન્માન સમારોહમાં આમંત્રિત કરવા બદલ મંત્રી શ્રી હળપતિએ પોતાને ભાગ્યશાળી ગણાવ્યા
—-
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા. ૧૩ :- આદિજાતિ વિકાસ રાજ્યમંત્રી શ્રી કુંવરજીભાઈ હળપતિએ રંગઉપવન સિનિયર સિટીઝન ભવન સોનગઢ ખાતે પોતાની પ્રેરક ઉપસ્થિતિ નોંધાવીને શૌર્યચક્રથી સન્માનિત એવા ભારત માતાના જાંબાઝ સીઆરપીએફ જવાન શ્રી મુકેશ ગામીતનું ઉષ્માભેર સ્વાગત કર્યું હતું.

આ પ્રસંગે મંત્રી શ્રી હળપતિએ જણાવ્યું કે, દેશની સરહદને સુરક્ષિત કરીને પોતાનું શૌર્ય દાખવનાર ચાંપાવાડી ગામના સીઆરપીએફ જવાન શ્રી મુકેશ ગામીતે શ્રીનગર ખાતે સર્ચ ઓપરેશનમાં જે રીતે અદમ્ય સાહસ દાખવી સૂઝબૂજ સાથે પોતાના સાથી જવાનને સુરક્ષિત કરીને આતંકવાદીને ઠાર કર્યો હતો. આ અસાધારણ બહાદુરી સમાજના પ્રત્યેક યુવાનો માટે પ્રેરણાસ્ત્રોત બની રહેશે.

સન્માન સમારોહ આમંત્રિત મંત્રીશ્રીએ પોતાને ભાગ્યશાળી ગણાવતા વધુમાં ઉમેર્યું હતું કે,શૌર્યચક્ર પુરસ્કારથી સન્માનિત એવા મુકેશભાઈ ગામીતના સન્માનની મને જે તક મળી છે તે મારા માટે જીવનભર યાદગાર ક્ષણ બની રહેશે.

આ પ્રસંગે તાપી જિલ્લા સહિત ભારત દેશનું ગૌરવ વધારનાર વ્યારા તાલુકાના ચાંપાવાડી ગામના શ્રી મુકેશ ગામીતે વર્ષ ૨૦૨૧ માં શ્રીનગર ખાતે કરાયેલા સર્ચ ઓપરેશનની યાદોને ફરી એકવાર ગ્રામજનો સમક્ષ સાજા કરી હતી. ગ્રામજનોએ પણ ભારતના સપૂતની શૌર્યગાથા રસપૂર્વક સાંભળીને ગૌરવની લાગણી અનુભવી હતી. જ્યાનું વાતાવરણ દેશભક્તિના રંગમાં રંગાયું હતું.

શ્રી મુકેશ ગામીતના સન્માન સમારોહનું આયોજન તાપી જિલ્લાના અર્ધલશ્કરી સંગઠન દ્વારા કરવામાં આવ્યું હતું. જ્યાં અર્ધલશ્કરી સંગઠન જવાનો, પૂર્વજવાનો,ઉપસ્થિત અન્ય પદાધિકારીઓ,હોદ્દેદારો,શૌર્ય ચક્ર પુરસ્કૃત મુકેશભાઈ ગામીતના પરિવારજનો, સગાસંબંધીઓએ ઉપસ્થિતિ નોંધાવી હતી.

૦૦૦

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Other