સોનગઢ પોલીસ સ્ટેશનના પોક્સોનાં ગુન્હામાં નાસતા- ફરતા વોન્ટેડ આરોપીને પકડી પાડતી લોકલ ક્રાઇમ બ્રાંચ તાપી તથા પેરોલ ફર્લો સ્કોર્ડ તાપી
Contact News Publisher

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : આજરોજ શ્રી,એન.જી. પાંચાણી, ઇન્ચાર્જ પોલીસ ઈન્સ્પેકટર, એલ.સી.બી. તાપી ની સીધી સુચના અને માર્ગદર્શન હેઠળ એન.એસ. વસાવા નોકરી એલ.સી.બી. તાપી, એલ.સી.બી./પેરોલ ફર્લો સ્કોર્ડ તાપીના પોલીસ માણસો સાથે વ્યારા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા. તે દરમ્યાન સાથેના હે.કો. ધર્મેશભાઇ મગનભાઇ તથા પો.કો. રોનક સ્ટીવન્સનને સંયુકત રીતે ખાનગી રાહે બાતમી આધારે વ્યારાનાં મિશન નાકા પાસેથી સોનગઢ પો.સ્ટે.માં નોંધાયેલ પોક્સો મુજબના ગુનામાં કામે સંડોવાયેલ નાસતો-ફરતો વોન્ટેડ આરોપી-દિલીપભાઈ જયેશભાઈ કોંકણી રહે. સેલ્જર નિશાળ ફળીયા તા.સોનગઢ જી.તાપીને આજે તા.૦૯/૦૭/૨૦૨૪ ના રોજ પકડી પાડી આરોપી વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરી આગળની વધુ કાર્યવાહી માટે વ્યારા પોલીસ સ્ટેશનને સોંપેલ છે.
કામગીરી કરનાર ટીમ :-
ઇન્ચાર્જ પો.ઇન્સ.શ્રી એન.જી. પાંચાણી એલ.સી.બી. તાપીની સુચનાથી પો.સ.ઇ. શ્રી, એન.એસ. વસવા નોકરી એલ.સી.બી. તાપી તથા એ.એસ.આઇ. ગણપતસિંહ રૂપસિંહ, પો.કો. વિનોદભાઇ પ્રતાપભાઇ, હે.કો. ધર્મેશભાઇ મગનભાઇ, પો.કો. રોનક સ્ટીવન્સન, પેરોલ/ફર્લો સ્કોડ-તાપીના પો.કો. ધનંજય ઇશ્વરભાઇએ કામગીરી કરેલ છે.
