ગંગા સમગ્ર દ્વારા અષાઢી બીજ ભગવાન જગન્નાથ રથયાત્રા મહોત્સવની અનોખી રીતે ઉજવણી કરાઈ

Contact News Publisher

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા.07/07/2024 રવિવાર અષાઢી બીજ ભગવાન જગન્નાથ રથયાત્રા મહોત્સવની ઉજવણી અનોખી રીતે કરવામાં આવી. કિલ્લે સોનગઢ અને તાપી નદી કેચમેંટ વિસ્તાર નવી ઉકાઈ ડેમના ઉપરવાસ ખાતે આવનાર પ્રવાસીઓને પ્લાસ્ટિકથી માનવ જીવન અને પર્યાવરણને થતાં નુકસાન અંગે માહિતી આપી જાગૃત કરવામાં આવ્યા અને હવેથી પ્લાસ્ટીકનો ઉપયોગ ટાળવા માટે સમજણ આપવામાં આવી. કિલ્લા પર એકત્રિત થયેલા કચરાને દૂર કરી 15 બેગો ભરી ડમ્પીંગ યાર્ડમાં એનો નાશ કરવામાં આવ્યો. સફાઈ, પર્યાવરણ,પ્લાસ્ટિક થી થતાં નુકસાન અને જળ સ્ત્રોતોની જાળવણી માટે સૌને પ્રતિજ્ઞા લેવડાવવામાં આવી. ગંગા સમગ્ર પદાધિકારીઓ ટીમ તાપી જિલ્લા,સ્પર્શ સોશિયલ ફાઉન્ડેશન J.K. પેપર મીલ, રોટરી કલબ ઓફ વ્યારા, ઇનરવ્હીલ રોટરી ક્લબના પ્રતિનિધિઓ તેમજ સોનગઢ સરકારી કોલેજ NSS ના વિદ્યાર્થીઓ સાથે પ્રો.શ્રી M.D.Bare સાહેબના સંયુક્ત ઉપક્રમે યોજાયેલા કાર્યક્રમની પ્રાર્થનાથી શરૂઆત કરવામાં આવી હતી. અલ્પાહાર ની વ્યવસ્થા સ્પર્શ સોશિયલ ફાઉન્ડેશનના અધિકારી શ્રી Jitendra Pal સાહેબ તરફથી કરવામાં આવી હતી.આ કાર્ય અવિરત ચાલુ રહે એવો સૌએ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. એકંદરે કાર્યક્રમ ખુબજ સફળ રહ્યો હતો.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *