કુસુમ જયેશ ભૂલકા ભવન ખાતે સામાજિક વનીકરણ વિભાગ (સુરત) રેન્જ વ્યારા વન વિભાગ દ્વારા “વૃક્ષારોપણ” કાર્યક્રમ યોજાયો
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : શ્રી ર.ફ.દાબુ કેળવણી મંડળ સંચાલિત કુસુમ જયેશ ભૂલકા ભવન ગીતા રમેશ પ્લે સ્કૂલ ગુજરાતી માધ્યમમાં આજરોજ તારીખ ૦૫/૦૭/૨૪ ને શુક્રવારના રોજ સામાજિક વનીકરણ વિભાગ (સુરત) રેન્જ વ્યારા વન વિભાગ દ્વારા “વૃક્ષારોપણ” કાર્યક્રમ યોજવામાં આવ્યો. આ કાર્યક્રમમાં ર.ફ.દાબુ કેળવણી મંડળના ટ્રસ્ટીશ્રીઓ, શ્રી મહેશ કાકા, શ્રી ગુરુસર, શ્રી નેવીલ સર તથા રેન્ટ ફોરેસ્ટ ઓફિસર શ્રીમતી હર્ષિદાબેન, રાઉન્ડ ફોરેસ્ટ ઓફિસર નાયક સાહેબ, ગાર્ડ મેડમ શ્રીમતી લતાબેન, ગુજરાતી માધ્યમનાં આચાર્ય શ્રી પરવીનબેન, અંગ્રેજી માધ્યમના આચાર્યશ્રી યેશાબેન, શ્રીમતી સેજલબેન શાહ તથા શ્રી તેજસભાઈ દેસાઈ , ઘણી સંખ્યામાં વાલી મિત્રો, નાના ભૂલકાઓ અને ભૂલકા ભવન પરિવાર ઉપસ્થિત રહ્યા હતા. પ્રકૃતિનું આવરણ એટલે વૃક્ષ. વૃક્ષ એ પ્રકૃતિનું ઘરેણું છે તેનું જતન માવજત અને જાળવણી કરવી એ આપણી નૈતિક ફરજ છે. એ અંગે માર્ગદર્શન આપી બાળકોને પર્યાવરણની જાળવણીનું મહત્વ સમજાવવામાં આવ્યું. શ્રી ગુરુસર અને શ્રીમતી હર્ષિદાબેન દ્વારા બાળકોને પર્યાવરણની જાળવણી જતન અને માવજત ની માહિતી આપવામાં આવી અને એક એક છોડ આપવામાં આવ્યો. આ પ્રસંગે બાળકોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો.