ડાંગમાં સામાજિક, રાજકીય ક્ષેત્રે ભરોસાનો પત્રકાર ગુમાવ્યો ડાંગજિલ્લાના તરવરિયા પત્રકારશેખર ખેરનારનું માત્ર ૩૧ની વયે દુઃખદ નિધનઃ હાર્ટએટેક જીવલેણ નીકળ્યો
એમની અંતિમ યાત્રા મા મોટી સંખ્યા મા લોકો જોડયા હતા
(અર્જુન જાધવ દ્વારા, વધઈ) : તા 2 ડાંગ જિલ્લાનાં આહવા ખાતેનાં માનદ પત્રકાર તરીકે ફરજ બજાવતા અને મૂળ વઘઈનાં વતની શેખરકુમાર સુદામભાઈ ખેરનારનું આજે તા.૧લી જુલાઈનાં રોજ મોડી સાંજનાં સમયે હાર્ટએટેકનાં હુમલામાં ૩૧ વર્ષની વયે દુઃખદ નિધન થયું હતું. શેખર ખેરનાર ડાંગ જિલ્લાનાં એક આદરપાત્ર પત્રકાર હતા. સામાજિક અને રાજકીયક્ષેત્રે શેખર ખેરનારને લોકો ભરોસાના પત્રકાર તરીકે જોતા હતા. ચારેક દિવસ અગાઉ શેખર ખેરનારની છાતીમાં હળવા દુઃખાવાનો અહેસાસ થતાં બારડોલી ખાતેની હોસ્પિટલમાં સારવાર મેળવી હતી અને હળવાશ પણ અનુભતા હતા. દરમિયાન આજે સોમવારની સાંજે ફરી છાતીમાં દુઃખાવાની અસર થતાં તત્કાળ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યાં હતાં, પરંતુ શેખર ખેરનાર હોસ્પિટલમાં પહોંચે અને તાકીદની સારવાર મેળવી હતી
ત્યાર પહેલા બેભાન થઈને ઢળી પડ્યાં હતાં. ડૉક્ટરોએ શેખર ખેરનાર મૃત્યુ પામ્યા હોવાની જાહેરાત કરી હતી. એક હોનહાર પત્રકાર અને થનગનતા યુવાન શેખર ખેરનારનું માત્ર ૩૧ વર્ષની ઉમરે મૃત્યુની ઘટનાનાં સમાચાર જાણી પત્રકારજગતમાં સોપો પડી ગયો હતો. ડાંગ જિલ્લાએ એક તરવરિયો પત્રકાર ગુમાવતા રાજકીય, સામાજિક ક્ષેત્રે આઘાતની લાગણી અનુભવી હતી.શેખર ખેરનાર પત્રકારત્વનાં ક્ષેત્રે કારકીર્દી બનાવી આકાશની ઊંચાઈએ આંબવાના તેમના સપના હતા, પરંતુ કુદરતને કંઈક જુદુ જ મંજુર હતું.શેખરનો માસૂમ પુત્ર હજુ સાડાત્રણ વર્ષનો જ છે. સતત પપ્પાની આસપાસ વિટળાયેલા રહેતા પુત્ર દેવાંશને એ પણ ખબર નહોતી કે પપ્પા હવે આ દુનિયામાં રહ્યાં નથી. શેખર ખેરનારનાં પિતા સુદામભાઈ, માતા માલતીબેન અને પત્ની ગાયત્રી અને નાનો ભાઈ પવન ખેરનાર અને બહેન આકાંશા માટે શેખરની વિદાય સાથે આખા પરિવારનો સંસાર ઉજડી ગયો હતો. શેખર ખેરનાર સમગ્ર પરિવાર માટે એકમાત્ર આધાર હતો. શેખર ખેરનાર ‘ગુજરાત ગાર્ડિયન’ ઉપરાંત એક ચેનલ માટે પણ કામ કરતો હતો.
એમની આજે સવારે નીકળેલ અંતિમ યાત્રા દક્ષિણ ગુજરાત ગુજરાત પત્રકાર આલમ સહિત મોટી સંખ્યા મા લોકો જોડાયા હતા