માછલીઓમાંથી બનતી વિવિધ મૂલ્યવર્ધિત માછલીની બનાવટો વિષય પર બે દિવસીય તાલીમ
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : સેન્ટર ઓફ એક્સલન્સ ઇન એક્વાકલ્ચર કામધેનુ યુનિવર્સીટી ઉકાઈ કેન્દ્ર અને ગુજરાત ફિશ ફાર્મર્સ પ્રોડ્યુસર્સ કો. સોસાયટી લીમિટેડ નવસારીના સયુક્ત ઉપક્રમે ગણદેવી વિસ્તારમાં, બે દિવસીય તાલીમ “માછલીઓમાંથી બનતી વિવિધ મૂલ્યવર્ધિત માછલીની બનાવટો” આયોજન તારીખ ૦૨-૦૩ જુલાઈ,૨૦૨૪ ના રોજ નવસારી જિલ્લાના ગણદેવી ગામમાં કરવામા આવ્યુ. સદર કાર્યક્રમમાં સહકાર ભારતીના મત્સ્ય સેલના રાષ્ટ્રીય પ્રમુખશ્રી જયંતીભાઈ કેવટ, ગુજરાત ફિશ ફાર્મર્સ પ્રોડ્યુસર્સ કો. સોસાયટી લીમિટેડ નવસારીના મુખ્ય કારોબારી અધિકારીશ્રી કિશન સાકરીયા અને સેન્ટર ઓફ એક્સલન્સ ઉકાઈ ના વડા ડો. સ્મિત લેન્ડે તેમજ ક્લસ્ટર બેસ્ટ બિસનેસ ઓર્ગનાજેશનના મેનેજમેન્ટ ટ્રેની શ્રી. ઋશીરાજસિહ રાણા હજાર રહેલ હતા. ડો. સ્મિત લેન્ડે અને એમની ટીમ દ્વારા માછલીઓથી બનતી વિવિધ વાણગિયો બનાવમાં આવશે. સદર તાલીમ ખરેખર અત્રેના વિસ્તારના બહનો માટે વ્યાવસાયિક દૃષ્ટિએ ભવિષ્યમાં ફાયદા કારક થશે.