ડાંગ જિલ્લામાં ભક્તિ ભાવ સાથે તેરા પર્વની ઉજવણી આહવા
(અર્જુન જાધવ દ્વારા, વધઈ) : ડાંગ જિલ્લામાં આજે આદિવાસી બાંધવોએ તેરા પર્વની ઉજવણી કરી હતી આદિવાસીઓના સૌથી મોટા હોળી તહેવાર પછી પ્રથમ તેરા પર્વની ઉજવણી કરવામાં આવે છે આજના દિવસે લોકો સવારથી જ ઉપવાસ રાખી જંગલમાંથી તેરાની ભાજી લાવી રાંધે છે રાંધિયાબાદ પ્રથમ આદિવાસીઓના દેવી-દેવતાઓને અને પૂર્વજોને ભોગ લગાડ્યા બાદ તેરાની ભાજી અને ભાત આરોગે છે તેરા પર્વ આદિવાસી લોકોનો માનીતો પર્વ છે લોકો કામ અર્થે અન્ય જિલ્લાઓમાં કે બીજા રાજ્યમાં ગયા હોય પરંતુ આ તહેવાર મનાવવા માટે ત્યાંથી ઘરે આવી જાય છે અને આખા પરિવાર સાથે તેરા પર્વની ઉજવણી કરે છે તેરા પરવ દરમિયાન ગામમાં ઠાકરે નૃત્ય પણ કરવામાં આવે છે જેમાં લોકો પતરાનો ડબ્બો અને કેટલાક વાજિંત્રો ના તાલે ઠાકરે નૃત્ય કરે છે અને અન્ય ગ્રામજનો તેને નિહાળવાનો લાહાવો લે છે અંતરિયાળ ગામોમાં તેરા પર્વ નિમિત્તે અલગ અલગ નાચગાન કરવામાં આવે છે ચોમાસાની શરૂઆત સાથે પ્રથમ નીકળતી તેરાની ભાજી આરોગી પોતાને તૃપ્ત કરે છે.