માઁ શિવદૂતી સાયન્સ સ્કૂલ,વ્યારામાં કામકાજનાં સ્થળે જાતીય સતામણી અધિનિયમ–૨૦૧૩અન્વયે જાગૃતિ શિબિર યોજાયો
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્રારા જિલ્લા મહિલા અને બાળ વિકાસ અધિકારીની કચેરી, તાપીના ઉપક્રમે તા.૨૮/૦૬/૨૦૨૪ના રોજ કામકાજનાં સ્થળે મહિલાઓની જાતિય સતામણી અધિનિયમ–૨૦૧૩ અંગે કાયદાકીય માર્ગદર્શન શાળાની આળાઓને મળી રહે તે માટે માહિતગાર કરવામાં આવ્યા.
સેમિનારમાં તાપી જિલ્લાના સિવિલ જજ એન્ડ ચીફ જયુડીશીયલ મેજીસ્ટ્રેટ ફૂલ ટાઈમ સેક્રેટરી, સચિવશ્રી જીમ્મી મહેતાએ જણાવ્યું હતું કે, કાનૂની સતા મંડળ દ્રારા એસ.ટી/એસ.સી અને ઓ.બીસી કેટેગરીના બહેનોને મફત કેસ લડી આપવાની સગવડ મફત કાનૂની સહાય મંડળ દ્રારા પૂરી પાડવામાં આવે છે. તથા દરેક તાલુકા કક્ષાએ તથા જીલ્લા અદાલતમાં એની વ્યવસ્થા કરવામાં આવેલ છે. તેમજ નિર્ભયા કેસ ને ઘ્યાનમાં રાખી આ જાતીય સતામણીનો એકટ અને POCSO Act બનાવવામાં આવેલ છે. જાતીય સતામણી અધિનિયમ શું છે? અને કેવી રીતે ન્યાય સુધી પહોંચીં શકાય તે અંગે તથા મહિલા અને આળાઓ માટે સ્પેશ્યલ બનાવેલ અધિનિયમો અંગે માર્ગદર્શન આપ્યું હતું. તાપી જિલ્લા -મહિલા અને બાળ વિકાસ અધિકારીશ્રી સુલોચનાબેન પટેલે વ્હાલી દિકરી યોજના, સખી સ્ટોપ સેન્ટર જેવી વિવિધ સરકારશ્રીની યોજનાઓ અંગે બાળાઓને માહિતગાર કર્યા.
પોલીસ અધિક્ષક કચેરી, તાપીનાં લીગલ એડવાઈઝર જોશીલાબેન ગુમાને કામકાજના સ્થળે જાતીય સતામણી અધિનિયમ-૨૦૧૩ ની વિસ્તૃત માહિતી આપી તથા POCSO Act વિષે સમજ આપી બાળાઓને જાગૃત થવા જણાવ્યું હતું. તથા આ સેમિનારમાં OSC ટીમ, PBSC ટીમ, DHEW ટીમ, મહિલા અને બાળ અધિકારીની કચેરીનાં કર્મચારીઓ, વિવિધલક્ષી મહિલા કલ્યાણ કેન્દ્ર, મહુવાનાં કર્મચારીઓ તથા માઁ શિવદૂતી સાયન્સ સ્કૂલનાં ટ્રસ્ટીઓ તથા આચાર્યશ્રી ઉપસ્થિત રહયાં હતા.