તાપી જિલ્લાના વ્યારા મથકે યોજાનારી ધો.૧૦ અને ૧૨ની બોર્ડની પૂરક પરીક્ષાઓ સંદર્ભે અધિક જિલ્લા મેજિસ્ટ્રેટશ્રીનું જાહેરનામું
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા.૨૦ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર દ્વારા એસ.એસ.સી. (ધોરણ-૧૦), એચ.એસ.સી. (સામાન્ય પ્રવાહ) તથા એસ.એસ.સી. (વિજ્ઞાન પ્રવાહ)ની પૂરક પરીક્ષા આગામી તા.૨૪/૦૬/૨૦૨૪ થી તા.૦૬/૦૭/૨૦૨૪ દરમ્યાન તાપી જિલ્લાના વિવિધ પરીક્ષા કેન્દ્રો (હાઈસ્કુલો/સ્કુલો)માં લેવામાં આવનાર છે. આ દરમિયાન પરીક્ષાર્થીઓ શાંતિપુર્ણ વાતાવરણમાં પરિક્ષા આપી શકે, પરીક્ષામાં કોઇપણ પ્રકારની ખલેલ ન પહોંચે તે માટે અધિક જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી દ્વારા પરીક્ષા સ્થળોની આસપાસ કેટલાક કૃત્યો કરવા પર પ્રતિબંધ ફરમાવતું જાહેરનામું પ્રસિધ્ધ કરવામાં આવ્યું છે.
જાહેરનામાં મુજબ પરીક્ષાકેન્દ્રોની આસપાસ ૧૦૦ મીટરના ઘેરાવના વિસ્તારમાં ચાર કે તેથી વધુ વ્યકિતઓએ એકત્રિત થવા પર, હથિયાર કે મોબાઇલ ફોન લઇ જવા પર, પરીક્ષાના સમય દરમ્યાન લાઉડ સ્પીકર વગાડવા કે તેના ઉપયોગ પર, પરીક્ષા કેન્દ્રોની ૧૦૦ મીટર અંદર ઝેરોક્ષ/ફેક્સ સેન્ટરો ચાલુ રાખવા તેમજ પરીક્ષાર્થી અને પરીક્ષા કામગીરી સાથે સંકળાયેલ કરજ પરના સ્ટાફ સિવાયની અનઅધિકૃત વ્યકિતઓના પ્રવેશ ઉપર પ્રતિબંધ રહેશે.આ હુકમનો ભંગ અથવા ઉલ્લંધન કરનારા શિક્ષાને પાત્ર થશે.
પરિક્ષા કેન્દ્રો
તાપી જિલ્લાના વ્યારા મથકે આવેલ શ્રીમતી કે.કે.કદમ કન્યા વિદ્યાલય, વ્યારા યુનિટ-૧-૨,દક્ષિણાપથ વિવિધલક્ષી વિદ્યાલય, શ્રી એમ.પી.પટેલ વિદ્યાલય, જે.બી.એન્ડ એસ. એ. સાર્વ. હાઇસ્કુલ યુનિટ ૧-૨,શ્રી કે.બી.પટેલ પ્રાયમરી સ્કુલ, તાલુકા પ્રાથમિક શાળા, ખુ.મા.ગાંધી પ્રાથમિક શાળા ખાતે આગામી તા.૨૪/૦૬/૨૦૨૪ થી તા.૦૬/૦૭/૨૦૨૪ દરમ્યાન એસ.એસ.સી. (ધોરણ-૧૦), એચ.એસ.સી. (સામાન્ય પ્રવાહ) તથા એસ.એસ.સી. (વિજ્ઞાન પ્રવાહ)ની પૂરક પરીક્ષા યોજાશે.
0000