કલાનીકેતન ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત વિધાકુંજ વિધ્યાલય શાળામાં નિવૃત્ત મામલતદાર ગુલાબભાઈ ગામીત દ્વારા નોટબુક વિતરણ કરવામાં આવ્યું
Contact News Publisher
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : આજરોજ છેલ્લા બે વર્ષથી વિરપુર શાળામાં ધોરણ ૧૦ નું પરિણામ ૧૦૦ ટકા તમામ આદિજાતી દીકરીઓ લાવી તેના આનંદ અને ઉન્માદ સાથે મારા સમાજની દીકરીઓ ખૂબ ઉચ્ચ અભ્યાસ કરે તેવી લાગણી ભાવ સાથે શુભેચ્છા ગડત ગામના નિવૃત્ત મામલતદાર ગુલાબ ગામીત એ પાઠવી હતી.

આજરોજ શાળામાં અભ્યાસ કરતી ૬૦ દીકરીઓને ૪ નોટ આપી કુલ ૨૪૦ નોટબુકનું વિતરણ મંડળના ટ્રસ્ટી ભુમીલભાઈ શાહ, ઉદયભાઈ જોષી અન્ય જિલ્લા લોક વિજ્ઞાન કેન્દ્ર ના સહાયક પ્રકાશભાઈ અને હોસ્ટેલ ના ગૃહમાતા શીલાબેન ગામીતની હાજરીમાં નોટબુક નું વિતરણ કરવામાં આવ્યું છે. સંસ્થા તરફથી ગુલાબભાઈ નો ખૂબ ખૂબ આભાર ટ્રસ્ટ દ્રારા ભુમિલભાઈએ માન્યો હતો અને સંસ્થાને આવી ઉતરોતર મદદ કર્તા રહેશો. દીકરીઓમાં એક અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો.
