વિશ્વ રકતદાન દિવસનાં ઉપલક્ષ્યમાં પુંસરી પ્રાથમિક શાળા ખાતે રકતદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું
(પ્રતિનિધિ દ્વારા, ઓલપાડ) : જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ, દાહોદ સંચાલિત પુંસરી પ્રાથમિક શાળા ખાતે ગ્રામ્ય કક્ષાનાં રકતદાન શિબિરનો કાર્યક્રમ આયોજીત કરવામાં આવ્યો હતો.
ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી દાહોદ, પરમાર સાહેબ અને તેમની મેડિકલ ટીમ, સ્થાનિક શાળાનાં આચાર્ય રાજેશભાઈ પટેલ, સદર કેમ્પનાં આયોજક સુરેશભાઈ માળી, ગામનાં આગેવાનો તેમજ યુવામિત્ર લક્ષ્મણભાઈ માવીનાં સહયોગથી અપેક્ષિત પ્રમાણમાં રકતદાન થવા પામ્યું હતું. રકતદાન અંગેની જાગૃતતા અને તેની સમજૂતી સાથે આ કાર્યક્રમ સુપેરે પાર પાડવામાં આવ્યો હતો.
કાર્યક્રમનાં અંતે કેમ્પનાં આયોજક સુરેશભાઈ માળીએ તમામ રકતદાતાઓને પ્રમાણપત્ર અને સ્મૃતિભેટ અર્પણ કરી તેમનો આભાર વ્યક્ત કર્યો હતો. આ સાથે તેમણે ભવિષ્યમાં પણ આવાજ ઉત્સાહ સાથે રકતદાન કરી માનવ સેવાનાં દીપને હંમેશા પ્રજ્વલિત રાખવા સૌને હાર્દિક અનુરોધ કર્યો હતો.