નવીન શૈક્ષણિક સત્ર આરંભે ઓલપાડનાં બ્લોક રિસોર્સ સેન્ટર ખાતે મિટિંગ યોજાઈ

Contact News Publisher

(પ્રતિનિધિ દ્વારા, ઓલપાડ) : સને 2024-25 નાં નવા શૈક્ષણિક સત્ર દરમિયાન શાળાઓમાં શૈક્ષણિક તેમજ વહીવટી બાબતોનાં સુચારુ આયોજન અર્થે અત્રેનાં બી.આર.સી. ભવન, ઓલપાડ ખાતે તાલુકાનાં તમામ CRC કો-ઓર્ડિનેટર્સ, AR & VE, IED, BRP મિત્રોની મિટીંગ યોજવામાં આવી હતી.

બી.આર.સી. કો-ઓર્ડિનેટર બ્રિજેશ પટેલનાં અધ્યક્ષસ્થાને યોજાયેલ આ મિટીંગમાં બાળકોનાં શાળા પ્રવેશ, શાળા સ્વચ્છતા, શૈક્ષણિક સમયપત્રક, જ્ઞાનકુંજ, પ્રજ્ઞા અભિગમ, ટ્રાન્સપોર્ટેશન, ઈતર પ્રવૃત્તિઓ ઉપરાંત શિક્ષક તાલીમ બાબતે સઘન ચર્ચા હાથ ધરવામાં આવી હતી. આ સાથે શાળા તેમજ ક્લસ્ટર કક્ષાએ દરેક સી.આર.સી. મિત્રોને પોતપોતાની જવાબદારી સુનિશ્ચિત કરવા માટે જણાવાયું હતું.
બ્લોક એમ.આઈ.એસ. કો-ઓર્ડિનેટર સંજય રાવળે SOE સ્કૂલ, કોમ્પ્યુટર લેબ, વિદ્યા સમીક્ષા કેન્દ્રની સૂચનાઓનું ફોલોઅપ તેમજ ઓનલાઇન કામગીરી સંદર્ભે પ્રકાશ પાડ્યો હતો. એમ પ્રચાર-પ્રસાર પ્રતિનિધિ વિજય પટેલ એક અખબારી યાદીમાં જણાવે છે.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *