સી.એન. કોઠારી હોમિયોપેથિક મેડિકલ કોલેજ અને રિસર્ચ સેન્ટર અને HMAI યુનિટ વ્યારા દ્વારા વિશ્વ પર્યાવરણ સપ્તાહની ઉજવણી
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : વિશ્વ પર્યાવરણ સપ્તાહની ઉજવણી નિમિત્તે સી.એન. કોઠારી હોમિયોપેથિક મેડિકલ કોલેજ અને રિસર્ચ સેન્ટર અને HMAI યુનિટ વ્યારા દ્વારા “સ્વચ્છતાને પ્રોત્સાહન આપો, પર્યાવરણ બચાવો, વધુ વૃક્ષો વાવો”ની થીમ મુજબ વિશ્વ પર્યાવરણ સપ્તાહની ઉજવણી કરાઈ હતી. વિશ્વ પર્યાવરણ સપ્તાહની ઉજવણી નિમિત્તે નીચેના શ્રેણીબદ્ધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું.,
ઇવેન્ટ નંબર 01 કેમ્પસ સફાઈ – તારીખ: 03/06/24
કોમ્યુનિટી મેડીસીન ડિપાર્ટમેન્ટ દ્વારા આયોજન
ઇવેન્ટ નંબર 02 રોપાઓનું વાવેતર – તારીખ: 04/06/24
હોમિયોપેથીક ફાર્મસી ડિપાર્ટમેન્ટ દ્વારા આયોજન
પ્રસંગ નંબર 03 પ્રતિજ્ઞા લેવો – તારીખ: 05/06/24
પ્રવૃત્તિ સમિતિ દ્વારા આયોજન
ઇવેન્ટ નંબર 04 પોસ્ટર મેકિંગ સ્પર્ધા – તારીખ: 06/06/24
કોમ્યુનિટી મેડીસીન ડિપાર્ટમેન્ટ દ્વારા આયોજન
પોસ્ટર મેકિંગ સ્પર્ધાના વિજેતા:
પ્રથમ ઇનામ
a) રચના અગ્રવાલ
b) શૈલી શાહ
c) હેત વ્યાસ
દ્વિતિય ઇનામ
a) નિઓલિયા જીનલ
b) લાડ હિરલ
c) પવાર નિકિતા
d) શિહોરા શ્વેતા
તૃતિય ઇનામ
a) બાલધા ક્રિશા
b) પરવળિયા જૈમિની
c) ઠુમ્મર માનસી
ઇવેન્ટ નંબર 05 ઓનલાઈન ક્વિઝ કોમ્પિટિશન (ગુગલ ફોર્મ) – તારીખ: 07/06/24
હોમિયોપેથીક મટેરિયા મેડીકા ડિપાર્ટમેન્ટ દ્વારા આયોજન
ક્વિઝ સ્પર્ધાના વિજેતા:
ઔપ્રથમ – આહીર જીનલ
દ્વિતિય – ચોડવડિયા જાનવી
તૃતિય – કાનાની હેમાંશી
ઇવેન્ટ નંબર 06 વકતૃત્વ સ્પર્ધા – તારીખ: 08/06/24
યોગ અને નેચરોપેથી વિભાગ દ્વારા આયોજન
વક્તૃત્વ સ્પર્ધા વિજેતા: પ્રથમ – સ્નેહા પાંડીદાર
દ્વિતિય – કૌશલ ઘેવરીયા
તૃતિય – વિશાલ કલસરિયા અને જેસીલ મકવાણા
પ્રથમ અને દ્વિતીય ઈનામ – કોલેજ દ્વારા
તૃતિય ઈનામ – HMAI વ્યારા યુનિટ દ્વારા
આ સમગ્ર કાર્યક્રમ પ્રિન્સિપાલ ડૉ.જે.આર. રાવ, એકેડેમિક હેડ ડૉ.બી.બી. મોદી અને પ્રવૃતિ સમિતિ ડૉ.ડી.સી. ગવળી, ડૉ.વી.એસ. ગામીત ના માર્ગદર્શન હેઠળ યોજાયો હતો.