ડાંગનાં સુબિર તાલુકાનાં જામાલા ગામ ખાતે 1962ની ટીમે બળદના શિંગડાનું ઓપરેશન કરી જીવનદાન આપ્યુ
(અર્જુન જાધવ દ્વારા, વધઈ) : ડાંગ જીલ્લામાં હાલમાં 07 ગામ દીઠ 10 ફરતા પશુ દવાખાનાની એમ્બ્યુલન્સ કાર્યરત જોવા મળે છે. ત્યારે સુબીર તાલુકાના જામલા ગામ ખાતે એક બળદને શિંગડાનું કેન્સર થયુ હતુ. જે બાદ પશુ દવાખાનામાં ફરજ બજાવતા ડો. અમિતકુમાર અને પાયલટ જીવાભાઈને કેશબંધ ગામ ખાતે ઇમર્જન્સી માટેનો કોલ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ એમ્બ્યુલન્સ તાત્કાલિક ધોરણે સ્થળ પર પહોંચી હતી. ત્યારે બળદની તપાસ કરતા જાણવા મળ્યુ હતુ કે, બળદને શિંગડાનું કેન્સર થયેલ છે. જેથી પશુ દવાખાના ના સ્ટાફે બળદના શિંગડાની તાત્કાલિક સર્જરી કરવાની હતી. ત્યારે આ ઓપરેશન બે વેટરનરી ડોકટરોની ટિમમાં (ડો અમિત અને ડો શેફાલી) અને બે પાયલટમાં જીવાભાઇ અને રણજીતભાઈના સથવારે સફળતા પૂર્વક પાર પાડ્યુ હતુ. પશુ દવાખાનાનાં સ્ટાફે તત્કાલિક ઓપરેશન કર્યું હતું અને બળદને પીડા મુક્ત કર્યો હતો. અને બળદનો જીવ બચાવી તેને જીવન દાન આપવામાં આવ્યું હતુ. નિ:શુલ્ક અને સમયસર સારવાર આપવા બદલ EMRI Green health services સંસ્થા અને ડો. અમિત ડો. શેફાલી અને બે પાયલટ જીવાભાઇ અને રણજીતભાઈનો પશુપમલક મહેશભાઇ માલવી અને ગામનાં લોકોએ ખૂબ આભાર માન્યો હતો..