ડાંગ જિલ્લાની ૠતુમ્ભરા કન્યા વિધાલય સાપુતારાની વિદ્યાર્થીનીએ રાજ્યકક્ષાએ આર્ચરીમાં બે સિલ્વર મેડલ મેળવતા શાળા સહિત જિલ્લાનું નામ રોશન કર્યુ
(અર્જુન જાધવ દ્વારા, વધઈ) : સ્પોટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત દ્વારા આયોજિત ખેલ મહાકુંભ 2.0 અંતર્ગત પંચમહાલ ખાતે રાજ્યકક્ષાની આર્ચરી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યુ હતુ.જે રાજ્યકક્ષાની આર્ચરી સ્પર્ધામાં ડાંગ જિલ્લાનું પ્રતિનિધિત્વ અન્ડર 14માં ડી.એલ.એસ.એસ.શાળા ઋતુમ્ભરા કન્યા વિદ્યાલયની વિદ્યાર્થીની મહેક સંજય સાપટાએ કર્યું હતુ.ત્યારે અહી પંચમહાલ ખાતે યોજાયેલ રાજ્યકક્ષાની સ્પર્ધામાં મહેક સંજય સાપટાએ બે સિલ્વર મેડલ પ્રાપ્ત કર્યા હતા.આ વિધાર્થીનિએ બે સિલ્વર મેડલ મેળવી શાળા સહિત ઝરણ ગામ તથા જિલ્લાનું ગૌરવ વધાર્યું હતુ.જેથી આર્ચરી કોચ જીતેન્દ્ર રાજપુત તથા ટ્રેનર અમિતાબેન રાઠવા તથા ડાંગ જિલ્લા રમતગમત અધિકારી સહિત વહીવટી તંત્રની ટીમે સિલ્વર મેડલ મેળવનાર વિધાર્થીની મહેક સાપટાને શુભેચ્છાઓ પાઠવી હતી..