૧૪મી જુને કૃષિ વિજ્ઞાન કેન્દ્ર- વ્યારા ખાતે આંબા પાક પરિસંવાદ, કેરી પ્રદર્શન તેમજ હરિફાઈ યોજાશે
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા.૧૨ નાયબ બાગાયત નિયામકશ્રીની કચેરી, વ્યારા (તાપી) અને કૃષિ વિજ્ઞાન કેન્દ્રના સંયુક્ત ઉપક્રમે તા. ૧૪/૦૬/૨૦૨૪ ના રોજ સવારે ૯:૩૦ વાગ્યે કૃષિ વિજ્ઞાન કેન્દ્ર-વ્યારા, નવસારી કૃષિ યુનિ, પાનવાડી, વ્યારા ખાતે આંબા પાક પરિસંવાદ, કેરી પ્રદશન અને હરીફાઈનું આયોજન કરાયું છે. આ પ્રદર્શનમાં તાપી જિલ્લાની જાહેર જાનતા માટે ૧૨:૦૦ થી ૫:૦૦ વાગ્યા દરમિયાન ખુલ્લો રહેનાર છે. આ પ્રદર્શનમાં કેરીની વિવિધ પ્રચલિત અને દેશી જાતો પ્રદર્શિત કરવામાં આવશે. જેથી કેરીના રસિયાઓ પ્રદર્શનનો બહોળો લાભ લેવા નાયબ બાગાયત નિયામક દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.
વધુ જાણકારી માટે નાયબ બાગાયત નિયામકશ્રીની કચેરી, પ્રથમ માળ, ખેડૂત તાલીમ કેન્દ્ર, પાનવાડી, વ્યારા ફોન. નં. ૦૨૬૨૬-૨૨૧૪૨૩ ઉપર સંપર્ક કરવા નાયબ બાગાયત નિયામક- વ્યારા(તાપી)ની અખબારી યાદીમાં જણાવાયું છે.
000