સુરતના માંગરોલ પોલીસ સ્ટેશનના ગુનામા છેલ્લા ત્રણ વર્ષથી નાસતા ફરતા આરોપીને પકડી પાડતી લોકલ ક્રાઇમ બ્રાંચ તાપી તથા પેરોલ ફર્લો સ્કોર્ડ તાપી
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : આજરોજ શ્રી એન.જી. પાંચાણી, ઇન્ચાર્જ પોલીસ ઈન્સ્પેકટર, એલ.સી.બી. તાપીની સીધી સુચના અને માર્ગદર્શન હેઠળ પો.સ.ઇ.શ્રી એન.એસ. વાસવા, પેરોલ ફર્લો સ્કોર્ડ તાપી, એલ.સી.બી./ પેરોલ ફર્લો સ્કોર્ડ તાપીના પોલીસ માણસો સાથે વ્યારા પો.સ્ટે.વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા. તે દરમ્યાન સાથેના અ.હે.કો. ધર્મેશભાઇ મગનભાઈ તથા અ.પો.કો. રોનક સ્ટીવસનને મળેલ સંયુક્ત બાતમી આધારે અંધાત્રી ગામે પહાડ ફળીયામાં તા.વાલોડ જી.તાપી ખાતેથી સુરત રૂરલ જીલ્લાના માગરોલ પો.સ્ટે મા નોંધાયેલ ગુનામા સંડોવાયેલ આરોપી- મેહુલ મહેશભાઇ ચોધરી ઉ.વ.૩૧ રહે.ગામ- અંધાત્રી પહાડ ફળીયુ તા.વાલોડ જી.તાપીને આજે તા.૦૮/૦૬/૨૦૨૪ ના રોજ પકડી પાડી આરોપી વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરી આગળની વધુ કાર્યવાહી માટે વાલોડ પોલીસ સ્ટેશનને સોંપેલ છે.
કામગીરી કરનાર ટીમ :-
ઇન્ચાર્જ પો.ઇન્સ.શ્રી એન.જી. પાંચાણી એલ.સી.બી. તાપીની સુચનાથી પો.સ.ઇ. શ્રી એન.એસ. વાસવા, પેરોલ ફર્લો સ્કોર્ડ તાપી તથા એ.એસ.આઇ. ગણપતસિંહ રૂપસિંહ તથા પો.કો. વિનોદભાઇ પ્રતાપભાઇ તથા હે.કો. ધર્મેશભાઇ મગનભાઇ તથા પો.કો. ઇન્દ્રસિંહ વાલાભાઇ તથા પો.કો. રોનક સ્ટીવસનએ કામગીરી કરેલ છે.