એક્ટીવા મોપેડ મોટર સાયકલ ઉપર બેગમા ઇગ્લીશ દારૂની બોટલોની હરાફેરી કરનાર દારૂના જથ્થા સાથે કુલ રૂ.૫૫ હજારના મદ્દામાલ સાથે બે આરોપીને ઝડપી પાડતી એલ.સી.બી. તાપી
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : આજરોજ શ્રી એન.જી. પાંચાણી, ઇન્ચાર્જ પોલીસ ઈન્સ્પેકટર, એલ.સી.બી. તાપી, એલ.સી.બી./પેરોલ ફર્લો સ્કોર્ડના પોલીસ માણસો સાથે ઉચ્છલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પ્રોહી./જુગાર ગુના અંગે પેટ્રોલીંગમાં હતા. તે દરમ્યાન અ.પો.કો. દિપકભાઈ સેવજીભાઈને ખાનગી રાહે બાતમી હકીકત મળેલ કે, એક એક્ટીવા મોપેડ નં.GJ-26-AA-6967 ઉપર બે વ્યકિત એક કાળા કલરના થેલામાં ભારતીય બનાવટનો વિદેશી દારૂની બાટલીઓ ભરી મહારાષ્ટ્ર રાજ્યના નવાપુરથી નીકળી ને.હા. નં.૫૩ ઉપરથી સોનગઢ તરફ જનાર છે.”જે બાતમી આધારે પાખરી ગામ પાસે રાજ હોટલની સામે ને.હા.૫૩ ઉપર વોચમા હતા તે દરમ્યાન બાતમી વાળી ગાડી આવતા બેગમા ચેક કરતા અલગ અલગ બ્રાન્ડની ભારતીય બનાવટની ઇંગ્લીશ દારૂ વ્હિસ્કીની બોટલો ભરેલ હોય આરોપી- (૧) કૃણાલ નીતીનભાઈ પાટીલ ઉ.વ.૨૫ રહે-નંદનવન સોસાયટી, તા.સોનગઢ જી.તાપી (૨) અક્ષય સુભાષ પાનસરે ઉ.વ.૨૭ રહે-સોનગઢ ડેપો ફળીયુ, તા.સોનગઢ જી.તાપીએ પોતાના કબ્જાની એક્ટીવા મોપેડ ઉપર એક કાળા કલરના બેગમા વગર પાસ પરમીટે ભારતીય બનાવટની ઇંગ્લીશ દારૂ વ્હિસ્કી કુલ્લે બાટલી નંગ-૨૭ જેની કુલ કિ.રૂ.૨૫,૩૩૦/- મોબાઇલ નંગ-૦૨ કિ.રૂ.૧૦,૦૦૦/- મળી કુલ કિ.રૂ.૫૫,૩૩0/- નો પ્રોહી મુદ્દામાલ સાથે પકડી પાડી અન્ય બે (૨) આરોપીઓને વોન્ટેડ જાહેર કરી ઉપરોકત આરોપી વિરૂધ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરી આગળની વધુ કાકાર્યવાહી માટે ઉચ્છલ પોલીસ સ્ટેશનને સોંપેલ છે.
કામગીરી કરનાર ટીમ :-
ઇન્ચાર્જ પો.ઇન્સ. એન.જી. પાંચાણી એલ.સી.બી. તાપી તથા એ.એસ.આઇ. જગદીશભાઇ જોરારામભાઈ તથા અ.હે.કો. અનિરૂધ્ધસિંહ દેવસિંહ, અ.હે.કો. જયેશભાઈ લીલકીયાભાઇ, અ.પો.કો. પ્રકાશભાઈ રામાભાઈ, અ.પો.કો. રવિન્દ્રભાઈ મહેન્દ્રભાઈ, અ.પો.કો. દિપકભાઇ સેવજીભાઇ, અ.પો.કો રાહુલભાઈ દિગમ્બરભાઈ, અ.પો.કો. અરુણભાઇ જાલમસીંગભાઇએ કામગીરી કરેલ છે.